IND VS AUS: ભારત માટે હાથવેંતમાં જીત, 2 વિકેટની જરૂર

14 February, 2019 02:46 PM IST  | 

IND VS AUS: ભારત માટે હાથવેંતમાં જીત, 2 વિકેટની જરૂર

મેચ જીતશે તો તે 40 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતવાથી ભારત માત્ર હવે 2 વિકેટ દૂર છે. એક તરફ ઓસ્ટ્રેલિયા જીતથી 148 રન દૂર છે જ્યારે ભારતને 2 વિકેટની જરૂર છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટે 258 રન છે.  મેલબોર્ન ટેસ્ટ જીતવા માટે હવે કોહલી એન્ડ કંપનીને માત્ર બે વિકેટની જરૂર છે.  મેલબોર્ન ટેસ્ટ જીતીને ભારતીય ટીમ 40 વર્ષનો જૂનો રેકોર્ડ તોડશે.
 
ચોથા દિવસની શરૂઆતમાં ભારતીય ટીમે 8 વિકેટના નુક્સાને 106 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી હતી. જીત માટે 406 રનના ટાર્ગેટનો પીછો કરતી ઓસ્ટ્રેલિયા ટીમે 258 રન બનાવીને 8 વિકેટ ગુમાવી ચૂકી છે જો કે હજુ 148 રનની જરૂરત છે. જો કે ઓસ્ટ્રેલિયા પાસે માત્ર 2 વિકેટ જ છે. ભારત તરફથી બીજી ઈનિંગમાં જાડેજાએ સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર બુમરાહ અને શામીએ 2-2 વિકેટ ઝડપી છે જ્યારે 1 વિકેટ ઈશાંત શર્માના ફાળે ગઈ છે.
 
40 વર્ષ જૂના રેકોર્ડની કરશે બરાબરી
 
જો વિરાટ કોહલી બ્રિગેડ આ મેચ જીતશે તો તે 40 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી શકશે. ટીમ ઈન્ડિયા આ પહેલા એક જ વાર ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં 2 મેચ જીતી શકી છે અને મેચના 5મા દિવસે મેચ જીતીને વિરાટ કોહલી એન્ડ ટીમ આ રેકોર્ડની બરાબરી કરશે. 1977-78માં બિશનસિંહ બેદીના નેતૃત્વમાં ટીમે પાંચ ટેસ્ટની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે 2 ટેસ્ટ મેચ જીતી હતી. જો કે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 3 મેચ જીતતા સિરીઝ જીતી હતી.
border-gavaskar trophy melbourne team india australia cricket news sports news