IND VS AUS: ભારતના નામે રહ્યો બીજો દિવસ, ભારતનો સ્કોર 443/7

14 February, 2019 02:13 PM IST  | 

IND VS AUS: ભારતના નામે રહ્યો બીજો દિવસ, ભારતનો સ્કોર 443/7

ભારતીય બેટ્સમેનોએ દેખાડ્યો દમ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે પકડ મજબૂત કરી છે. દિવસના ત્રીજા સેશન સુધીમાં ભારતે 7 વિકેટના નુક્સાને 443 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી છે. ભારતીય બેટ્સમેનોએ મેલબોર્ન ટેસ્ટમાં દમ દેખાડ્યો છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ 17મી સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ, મયંક અગ્રવાલ અને રોહિત શર્માએ હાફ સેન્ચુરી ફટકારી હતી જેની મદદથી ભારત 443 રનના સ્કોરે પહોચી શક્યુ હતું.

ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મિશેલ સ્ટાર્કે 2 અને હેઝલવુડ અને નાથન લાયને 1-1 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની ઈનિંગને આગળ વધારતા બીજા દિવસે ચેતેશ્વર પૂજારાએ સેન્ચુરી અને વિરાટ કોહલીએ હાફ સેન્ચુરી પૂરી કરી હતી જો કે માંસપેશીઓમાં ખેચના કારણે થર્ડ મેન પર કેચ આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્માએ ઈનિંગ સંભાળતા નોટઆઉટ હાફ સેન્ચુરી ફટકારી હતી.

ભારતે ત્રીજા સેશનના અંત પહેલા ઈનિંગ ડિકલેર કરી હતી ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 6 ઓવર રમી હતી જેમા વિકેટ વિના 8 રન બનાવ્યા છે.

team india australia border-gavaskar trophy cricket news sports news