મેલબોર્ન ટેસ્ટઃભારતને 346 રનની લીડ, પણ બીજી ઈનિંગમાં ખરાબ શરૂઆત

14 February, 2019 02:47 PM IST  | 

મેલબોર્ન ટેસ્ટઃભારતને 346 રનની લીડ, પણ બીજી ઈનિંગમાં ખરાબ શરૂઆત

ભારતને મળી 346 રનની લીડ

મેલબોર્ન ટેસ્ટનો ત્રીજો દિવસ રસપ્રદ રહ્યો હતો. એક તરફ ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને 151 રને ઓલઆઉટ કરીને 292 રનની લીડ મેળવી અને ફોલોઓનની જગ્યાએ ભારતીય ટીમે બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરે બીજી ઈનિંગમાં ધબડકો કર્યો. બીજી ઇનિંગમાં ભારતે માત્ર 54 રને 5 વિકેટ ગુમાવી છે. ત્રીજા દિવસની શરૂઆત સાથે જ ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાએ પકડ મજબૂત બનાવી હતી. બુમરાહની ઘાતક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ કંઈ ખાસ કરી શકી ન હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 151 રન બનાવીને પેવેલિયન ફરી હતી. પ્રથમ ઈનિંગમાં ભારત તરફથી બુમરાહે સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. આ સિવાય જાડેજાએ 2 અને ઈશાંત શર્મા અને મોહમ્મદ શામીએ 1-1 વિકેટ ઝડપી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વઘુ રન હેરિસ અને ટીમ પેને 22 રન બનાવ્યા હતા.
 
મેલબોર્ન ખાતે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં આમ તો ભારતનો પક્ષ મજબૂત લાગી રહ્યો છે. પરંતુ ત્રીજા દિવસે ભારતે બીજી ઈનિંગમાં માત્ર 54 રનમાં 5 વિકેટ ગુમાવતા મેચ રસપ્રદ બની છે. જો કે ભારત પાસે 346 રનની લીડ છે. ઓસ્ટ્રેલિયન ટીમને 151 રનમાં ઓલઆઉટ કરતા ફોલોઓ થઈ શકે તેમ હતું જો કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાને ફોલોન આપવાની જગ્યાએ બીજી ટેસ્ટ રમવાનું પસંદ કર્યું હતું. જો કે બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ભારતે 54 રનમાં 5 વિકેટ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે બીજી ઈનિંગમાં 4 વિકેટ ખેરવી છે. જ્યારે માત્ર એક સફળતા હેઝલવુડના નામે થઈ. મેચમાં હજુ પણ બે દિવસ બાકી છે, એક તરફ ભારત વધુમાં વધુ લીડ મેળવવા પ્રયત્ન કરશે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમને ઓછા રનમાં ઓલઆઉટ કરી લીડને ચેઝ કરવાનો પ્રયત્ન કરશે.
border-gavaskar trophy melbourne team india australia cricket news sports news