IND VS AUS: પ્રથમ વન-ડેમાં ભારતનો 34 રને પરાજય

14 February, 2019 04:17 PM IST  | 

IND VS AUS: પ્રથમ વન-ડેમાં ભારતનો 34 રને પરાજય

ભારત સામે નો લક્ષ્યાંક

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 34 રને પરાજય થયો છે. 289 રનના જવાબમાં ભારત 9 વિકેટના નુકશાને 50 ઓવરમાં માત્ર 254 રન જ બનાવી શક્યુંં હતું. શરુઆતી ધબડકા બાદ રોહિત અને ધોનીએ ભારતની બાજી સંભાળતી હતી જો કે હવે ધોની પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારે એકતરફથી ભારતીય ઈનિંગને સંભાવળતા રોહિત શર્માએ કારકિર્દીની 22મીં સદી ફટકારી હતી જે એળે ગઈ છે. રોહિતે 133 રનની ઈનિંગ રમી હતી. માત્ર 4 રને 3 વિકેટ ગુમાવ્યા પછી રોહિત અને ધોની પર ભારતીય ટીમને મુશ્કેલીમાંથી કાઢવાની જવાબદારી હતી. રોહિત અને ધોની વચ્ચે 137 રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ કોઈ પાર્ટનરશિપ ન થતા ભારતે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી રિચર્ડસને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જેશન બેહરેનડ્રોફ અને  સ્ટોઈનિશે 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે પિટર સીડલને 1 સફળતા મળી હતી.

ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાઈ રહેલી પહેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુક્સાને 288 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન પિટર હેન્ડ્સકોમ્બે ફટકાર્યા હતા. હેન્ડ્સકોમ્બે 61 બોલમાં 73 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને કુલદિપ યાદવ સૌથી સફળ બોલર રહ્યા. ઓસ્ટ્રેલિયા કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં મુશ્કેલી બાદ સ્લોગ ઓવર્સમાં ઓસ્ટ્રેલિયાએ બાજી સંભાળી અને ટીમને 288 રન સુધી પહોંચાડી હતી.

ટેસ્ટ સિરીઝમાં હાર પછી ઓસ્ટ્રે્લિયાએ પ્રથમ વન-ડેમાં મક્કમ શરૂઆત કરી છે, માત્ર 41 રને બે વિકેટ ગુમાવતા ઓસ્ટ્રેલિયન ટીમ દબાણમાં આવી હતી. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને શૉન માર્શની પાર્ટનરશિપના કારણે ઓસ્ટ્રેલિયાને મેચમાં સ્થિરતા મળી હતી. ઉસ્મના ખ્વાજા ટેસ્ટ પછી વન-ડેમાં પણ ભારતીય બોલરો માટે સમસ્યાનું કારણ બન્યો હતો જો કે રવિન્દ્ર જાડેજાએ 59 રનના સ્કોરે આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી શૉન માર્શે 54 અને માર્કસ સ્ટોઈનિસે 47 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું જેના કારણે ભારતને 289 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી ભુવી અને કુલદિપ યાદવ 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: વર્લ્ડ કપમાં કોને લેવો? પંત કે ધોની?

 

ત્રણ મેચની સિરીઝમાં ભારતે 0-1 થી પાછળ છે અને સિરીઝમાં બની રહેવા માટે બીજી વન-ડેે જીતવી ભારત માટે ફરજિયાત બનશે.

team india australia cricket news sports news