પાકિસ્તાનના કૅપ્ટનને ફિક્સિંગની ઑફર કરનાર કોચ પર ૧૦ વર્ષનો પ્રતિબંધ

21 February, 2019 11:05 AM IST  | 

પાકિસ્તાનના કૅપ્ટનને ફિક્સિંગની ઑફર કરનાર કોચ પર ૧૦ વર્ષનો પ્રતિબંધ

UAEનો કોચ ઈરફાન અન્સારી

ICCએ UAEના સિનિયર કોચ ઇરફાન અન્સારી પર ભ્રષ્ટાચાર વિરોધી નિયમોમાં દોષી ગણાવી ૧૦ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે. ICCએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અન્સારીએ ઑક્ટોબર ૨૦૧૭માં શ્રીલંકા સામેની સિરીઝ દરમ્યાન પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદનો સંપર્ક કર્યો હતો. તેની ઇચ્છા સરફરાઝ પાસેથી માહિતી મેળવીને તેને ભ્રષ્ટ ગતિવિધિમાં સામેલ કરવાનો હતો. સરફરાઝે આની ફરિયાદ ત્ઘ્ઘ્ને કરી હતી.’

ત્ઘ્ઘ્ના ઍન્ટિ-કરપ્શન યુનિટના ડિરેક્ટર ઍલેક્સ માર્શલે કહ્યું હતું કે ‘હું સરફરાઝ અહમદને ધન્યવાદ આપવા માગું છું જેણે આ પ્રકારના સંપર્કની જાણકારી આપી ખરી નેતૃત્વ ક્ષમતાનો પરિચય દેખાડ્યો હતો.’

 

cricket news sports news international cricket council pakistan