હવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત

19 July, 2019 05:21 PM IST  |  લંડન

હવે બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમો, ICCએ કરી જાહેરાત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCએ ક્રિકેટના નવા નિયમની જાહેરાત કરી છે. ICCની બોર્ડ અને કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા. જેમાં આ નિયમો બદલાયા છે. આઈસીસીની વાર્ષિક બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે સ્લો ઓવર રેટ માટે હવે કેપ્ટન સસ્પેન્ડ નહીં થાય, પરંતુ આખી ટીમને સજા મળશે. આ ઉપરાંત કેપ્ટન તેમજ ટીમના અન્ય ખેલાડીઓને એક સરખો દંડ ફટકારવામાં આવશે.

ICCના કહેવા પ્રમાણે સ્લો ઓવર રેટની સજામાં પરિવર્તન કરાયું છે. હવે ટીમના કેપ્ટન પર સસ્પેન્ડ થવાનો ભય નથી, પરંતુ સ્લો ઓવર રેટ પર આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન ખેલાડીઓના પોઈન્ટ કાપી લેવામાં આવશે. આ પહેલાના નિયમ પ્રમાણે સ્લો ઓવર રેટ માટે કેપ્ટનને 50 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવતો હતો અને બાકીના ખેલાડીઓને10-10 ટકા દંડ થતો હતો. જો સતત ત્રણ મેચમાં આવું થાય તો કેપ્ટન પર પ્રતિબંધ મૂકાતો હતો. હવે ICCના નવા નિયમ પ્રમાણે કેપ્ટન્સને મોટી રાહત મળશે.

તો ICCએ અન્ય એક નિયમ પણ બદલ્યો છે, જે મુજબ જો બોલથી ઈજાગ્રસ્ત થનાર ખેલાડીની જગ્યા અન્ય ખેલાડી લઈ શક્શે. આ નિયમની શરૂઆત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિાય વચ્ચે રમાનારી એશિઝ સાથે થશે. ICCએ કહ્યું કે જેવો ખેલાડી હશે, બીજો ખેલાડી પણ તેવો જ હોવો જોઈએ. એટલે કે જો બોલરને ઈજા થાય તો તેની જગ્યા બોલર જ લઈ શક્શે. અને બેટ્સમેનના બદલે બેટ્સમેન જ રમી શક્શે. જો કે આ પ્રકારના પરિવર્તન માટે મેચ રેફરીની મંજૂરી જરૂરી બનશે. આ નિયમ ઓગસ્ટમાં લાગુ થશે. એટલે કે એશિઝ દરમિયાન એજબસ્ટનમાં રમાનારી ટેસ્ટથી આ નિયમ લાગુ થશે.

આ પણ વાંચોઃ વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર !

ICCએ આ નિયમોનો પ્રયોગ ક્યારનોય શરૂ કરી દીધો છે. 2017માં ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનો પ્રયોગ કરાયો હતો. બાદમાં ઓસ્ટ્રેલિયાએ પુરુષ અને મહિલા વન ડે તેમજ BBLમાં આ નિયમ લાગુ કર્યો હતો, જો કે શેફીલ્ડ શીલ્ડમાં તેને લાગુ કરવા માટે ICCની મંજૂરીની રાહ જોવી હતી. પાછલા કેટલાક વર્ષમાં એવી ઘટનાઓ બની છે, જેમાં ખેલાડીઓને માથામાં બોલ વાગવાથી ઈજા પહોંચી હોય અને પછી જે તે ટીમે ઓછા ખેલાડીઓથી રમવું પડ્યું હોય. આ વાતને ધ્યાનમાં રાખીને ICCએ નવો નિયમ લાગુ કર્યો છે.

international cricket council sports news cricket news