ધોની જો સ્ટમ્પની પાછળ હોય તો ક્રિઝ ન છોડતા: ICC

05 February, 2019 10:23 AM IST  | 

ધોની જો સ્ટમ્પની પાછળ હોય તો ક્રિઝ ન છોડતા: ICC

સાવધાન, વિકેટકીપિંગમાં ધોની ઊભો છે : જેમ્સ નીશામને ચાલાકીથી રનઆઉટ કરતો મહેન્દ્ર સિંહ ધોની.

મહેન્દ્ર સિંહ ધોનીએ ન્યુ ઝીલૅન્ડના બૅટ્સમૅન જેમ્સ નીશામને રનઆઉટ કરી ફરી એક વાર તમામને જણાવી દીધું છે કે સ્ટમ્પની પાછળ ઊભા રહેવામાં તેના જેવો બીજો કોઈ નથી. ધોનીની ચપળતાની પ્રશંસા કરતાં ICCએ પોતાના ટ્વીટમાં પણ લખ્યું હતું કે સ્ટમ્પની પાછળ જો ધોની હોય તો તમારી ક્રિઝ ન છોડતા. રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામે રમાયેલી મૅચમાં ધોનીએ બૅટિંગ તો સારી નહોતી કરી, પરંતુ સ્ટમ્પની પાછળ પોતાની ઉપયોગીતા સાબિત કરી હતી. આ વખતે તેનો શિકાર નીશામ બન્યો હતો.

આ પણ વાંચો : બીજી ટેસ્ટ મેચમાં ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 366 રનથી હરાવ્યું

ન્યુ ઝીલૅન્ડની ટીમ તરફથી મૅચમાં સૌથી વધુ ૪૪ રન બનાવનાર નીશામ પોતાની હાફ સેન્ચુરી તરફ આગળ વધી રહ્યો હતો એ દરમ્યાન કેદાર જાધવ બોલિંગ કરી રહ્યો હતો. ન્યુ ઝીલૅન્ડની ૩૭મી ઓવર ચાલી રહી હતી. જાધવની ઓવરમાં બીજા બૉલમાં નીશામે સ્વિપ રમવાનો પ્રયાસ કર્યો હતો એ દરમ્યાન તે બૉલ ચૂકી ગયો હતો અને બૉલ તેના પેડ પર વાગ્યો હતો. ધોની અને જાધવે લેગ બિફોર વિકેટની અપીલ કરી, પરંતુ ધોની બૉલને ગ્લૉવ્સમાં સરખી રીતે પકડી ન શક્યો. પરિણામે રન લેવાની લાલચમાં નીશામ ક્રિઝની બહાર નીકળ્યો હતો. ધોનીએ આ તક ન જવા દેતાં તેને રનઆઉટ કર્યો હતો. નીશામ આઉટ થતાં ન્યુ ઝીલૅન્ડની વિજયની આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.

ms dhoni cricket news sports news international cricket council