હાર્દિકના ખબરઅંતર પૂછવા પહોંચ્યાં નીતા અંબાણી

11 October, 2019 01:05 PM IST  |  લંડન

હાર્દિકના ખબરઅંતર પૂછવા પહોંચ્યાં નીતા અંબાણી

હાર્દિકના ખબરઅંતર પૂછવા પહોંચ્યાં નીતા અંબાણી

હાર્દિક પંડ્યાએ ગઈ કાલે જ નીતા અંબાણીનો આભાર માન્યો હતો. હાર્દિક હાલમાં લંડનમાં તેની ઈજાની સારવાર લઈ રહ્યો છે. તેણે હાલમાં જ લોઅર બૅકની સર્જરી પણ કરાવી હતી. આ સર્જરી બાદ રિલાયન્સ ફાઉન્ડેશનની ચૅરપર્સન નીતા અંબાણી તેની મુલાકાતે ગઈ હતી. આઇપીએલમાં નીતા અંબાણીની ટીમ ‘મુંબઈ ઇન્ડિયન્સ’માંથી હાર્દિક રમે છે. આથી તેમની મુલાકાતનો ફોટો શૅર કરી હાર્દિકે ટ્વીટ કર્યું હતું કે ‘લંડનમાં મને મળવા આવવા માટે ભાભી હું તમારો આભાર માનું છું. તમારી મુલાકાતથી મને ખૂબ જ ખુશી થઈ છે. તમારી શુભેચ્છાઓ અને પ્રેરણાત્મક શબ્દો મારા માટે ખૂબ જ મહત્ત્વના છે. તમે હંમેશાંથી પ્રેરણાત્મક રહ્યાં છો.

ઇન્ડિયા સ્પોર્ટ્‌‌સ ડેસ્ટિનેશન છે : નીતા અંબાણી

મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલિક અને ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના મેમ્બર નીતા અંબાણીનું કહેવું છે કે ઇન્ડિયા એક સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન છે. નીતા અંબાણીએ મંગળવારે લંડનમાં યોજાયેલી ‘લીડર્સ વીક ૨૦૧૯’માં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં નીતા અંબાણીએ ભારતના સ્પોર્ટ્સને લઈને ખૂબ જ વખાણ કર્યાં હતાં. આ વિશે નીતા અંબાણીએ કહ્યું હતું કે ‘૧૩૦ કરોડ વ્યક્તિનો દેશ ઇન્ટરનૅશનલ સ્ટેજ પર મેડલ જીતનારા લોકો સાથે કેમ હાજર ન રહી શકે એ માટે મને કોઈ કારણ નથી દેખાતું. મારી આશા છે કે ઇન્ડિયા એક દિવસ ઑલિમ્પિક્સ અને ફિફા વર્લ્ડ કપ જેવી મોટી-મોટી ઇવેન્ટનું આયોજન કરે. હાલમાં તમે પ્લેયર, કોચ, ઇન્વેસ્ટર કે પછી ઍડમિનિસ્ટ્રેટર કોઈ પણ હો, સ્પોર્ટ્સ માટે ઇન્ડિયામાં ખૂબ જ સ્કોપ છે. ઇન્ડિયા હાલમાં યંગેસ્ટ સ્પોર્ટિંગ પાવર તરીકે દુનિયામાં ઊભરી આવ્યું છે. ઇન્ડિયા એક સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન છે.’

hardik pandya nita ambani cricket news sports news