હરભજને પંજાબ ખેલપ્રધાનને કઈ વિનંતી કરી?

01 August, 2019 12:29 PM IST  |  નવી દિલ્હી

હરભજને પંજાબ ખેલપ્રધાનને કઈ વિનંતી કરી?

હરભજન સિંહ

તાજેતરમાં સ્પોર્ટ્સ મિનિસ્ટરીએ ભારતીય ક્રિક્રેટર હરભજન સિંહનું નામ ખેલરત્ન અવૉર્ડ માટે, જ્યારે દોડવીર દુત્તી ચંદનું નામ અર્જુન અવૉર્ડ માટે રદ કર્યું હતું. આ વિશે હવે હરભજન સિંહે પંજાબ સ્પોર્ટ્સ મિનિસ્ટર રાણા ગુરમીત સિંહ સોઢીને તપાસ કરાવવા વિનંતી કરી છે. રાજીવ ગાંધી ખેલરત્ન અવૉર્ડ માટે હરભજનના ડોક્યુમેન્ટ્સ સમયમર્યાદા સમાપ્ત થયા બાદ મળ્યા હોવાનું કારણ આપી ખેલ મંત્રાલયે તેની અરજી નકારી હતી.

આ બાબતે હરભજન સિંહે કહ્યું કે ‘મીડિયા દ્વારા મને ખબર પડી છે કે ખેલ મંત્રાલયે મારી રાજીવ ગાંધી ખેલરત્ન અવૉર્ડની અરજી એટલા માટે રિજેક્ટ કરી દીધી કારણ કે પંજાબ સરકાર દ્વારા એ થોડી મોડી ફાઇલ કરવામાં આવી હતી. આ વિલંબને કારણે હવે આ વર્ષે મને અવૉર્ડ નહીં મળી શકે.’

રાજ્યના સ્પોર્ટ્સ પ્રધાનને અરજી કરવાના સંદર્ભમાં હરભજને જણાવ્યું કે ‘પંજાબ સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટરને હું વિનંતી કરું છું કે આ બાબતે તપાસ કરવાનો આદેશ આપે કે શા માટે અને કઈ રીતે આ વિલંબ થયો. મને યાદ છે કે મેં ૨૦ માર્ચ સુધીમાં તેમની ઑફિસે ફોર્મ સબમિટ કરી દીધા હતા, છતાં પણ વિલંબ થયો. જો એ કામ સમયસર થયું હોત તો મને આ વર્ષે અવૉર્ડ મળત.’

આ પણ વાંચો : આજથી ઍશિઝ જંગની શરૂઆત

હરભજન ઉપરાંત અર્જુન અવૉર્ડ માટે દોડવીર દુત્તી ચંદની અરજી પણ મોડેથી મળી હોવાનું કારણ આપી ખેલ મંત્રાલય દ્વારા રદ કરવામાં આવી હતી.

harbhajan singh cricket news sports news