હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ભારત માટે રમનાર ત્રીજી ભાઈઓની જોડી બની

06 February, 2019 02:59 PM IST  | 

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ભારત માટે રમનાર ત્રીજી ભાઈઓની જોડી બની

એક નહી ત્રણ ભાઈઓની જોડી છે જે ભારત માટે રમી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી T-20 મેચ રમાઈ રહી છે. અને આજે ટીમમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પ્લેયિંગ ઇલેવનમાં રમી રહ્યાં છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા બન્ને ભાઈઓ છે અને બન્ને ભારતીય ટીમ માટે રમી રહ્યાં છે. જો કે આ એક જ ભાઈઓની જોડી નથી એક સાથે ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યાં હોય. આ પહેલા પણ ભાઈઓની જોડી ભારત માટે રમી ચુક્યા છે. જાણો કોણ છે આ ભાઈઓની જોડી જે ભારતીય ટીમ માટે રમી ચૂક્યા છે.

ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર સ્ટાર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા રમી રહ્યા છે. આ પહેલા પણ ભાઈઓની જોડી ભારતીય ટીમમાં યોગદાન આપી ચુકી છે. આવી એક નહી ત્રણ ભાઈઓની જોડી છે જે ભારત માટે રમી છે. આ પહેલા ઈરફાન પઠાણ અને યુસુફ પઠાન અને મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથ ભારતીય ક્રિકેટમાં યોગદાન આપ્યું છે. મહત્વનું એ છે કે બધા જ પ્લેયરોનું ગુજરાત સાથે કનેક્શન છે ખાસ કરીને બરોડા સાથે. સુરિન્દર અમરનાથ સિવાય બધા જ પ્લેયરો બરોડા રણજી માટે રમી ચૂક્યા છે. સુરિન્દર અમરનાથ પણ ગુજરાત રણજી માટે રમી ચૂક્યા છે.

મોહિન્દર અમરનાથ અને સુરિન્દર અમરનાથ એકસાથે 3 વન-ડે રમ્યા છે જ્યારે ઈરફાન પઠાન અને યુસુફ પઠાન એકસાથે 8 વન-ડે અને 2 T-20 મેચ રમ્યા છે. આ સિલસિલો જાળવી રાખતા હવે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા ભાઈઓની આ જોડી ભારતીય ટીમ માટે રમી રહી છે.