હવે ઉપરના ક્રમે રમવા તૈયાર છું : ગ્લેન મૅક્સવેલ

01 March, 2019 11:12 AM IST  | 

હવે ઉપરના ક્રમે રમવા તૈયાર છું : ગ્લેન મૅક્સવેલ

ગ્લેન મૅક્સવેલ

બીજી T૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં ૫૫ બૉલમાં ૭ ફોર અને ૯ સિક્સરોની મદદથી નૉટઆઉટ ૧૧૩ રન બનાવનાર ગ્લેન મૅક્સવેલે મીડિયાને કહ્યું હતું કે ‘બીજી મૅચમાં હું ચોથા ક્રમે ૧૫ ઓવર બાકી હતી ત્યારે બૅટિંગ કરવા આવ્યો હતો. વન-ડેમાં હું છઠ્ઠા અથવા સાતમા ક્રમે બૅટિંગ કરું છું. વન-ડેમાં છઠ્ઠા અથવા સાતમા ક્રમે બૅટિંગ કરીને ૮૦-૧૦૦ રન બનાવવાનો કોઈ અર્થ નથી. જો મને બૅટિંગ પૉઝિશનમાં પ્રમોટ કરવામાં આવશે તો એનો ચોક્કસ લાભ લઈશ, પણ ટૉપ-ઑર્ડરમાં શું થાય એના પર નર્ભિર છે. બીજી મૅચમાં સેન્ચુરી દરમ્યાન મેં કોઈ બિનજરૂરી રિસ્ક લીધું નહોતું, પર્ફેક્ટ બૉલનું સિલેક્શન કરીને તેને યોગ્ય એરિયામાં હિટ કર્યા હતા.

આ પણ વાંચો : યુનિવર્સલ બૉસ ગેઇલના 162 રન છતાં ઇંગ્લૅન્ડે મેળવી 29 રનથી જીત

જસપ્રીત બુમરાહ ભારતનો શાનદાર બોલર છે અને ૪ ઓવરમાં ૪૪ રન જોઈતા હતા ત્યારે મેં તેને હિટ કરવાની પૂરી કોશિશ કરી હતી. જો તેની ઓવરમાં ફક્ત ૪-૫ રન બન્યા હોત તો રનરેટ ૧૩-૧૪ થઈ ગયો હોત. તેની બોલિંગમાં મેં બે બાઉન્ડરી શૉટ ફટકારીને રનરેટ અંકુશમાં રાખ્યો હતો અને સિધ્ધાર્થની બોલિંગને ટાર્ગેટ કરી હતી. ૨૦૧૩ની સિરીઝમાં અમે અહીં જીતી નહોતા શક્યા અને આ વખતે ટૂરની શરૂઆત બે જીત સાથે થઈ છે એનાથી અમને સારો કૉન્ફિડન્સ મળ્યો છે.’

glenn maxwell cricket news sports news