શરતી પ્રતિબંધ જેવું કંઈ નથી હોતું : ગૌતમ ગંભીર

19 March, 2019 12:20 PM IST  | 

શરતી પ્રતિબંધ જેવું કંઈ નથી હોતું : ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મીડિયાને કહ્યું હતું કે ‘ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે ક્રિકેટના રિલેશન્સ સંપૂર્ણ તોડી નાખવા જોઈએ અથવા સંપૂર્ણ રાખવા જોઈએ, ‘શરતી પ્રતિબંધ’ ન રાખવો જોઈએ.’

પુલવામા ટૅરર અટૅક પછી ગંભીરે પાકિસ્તાન સામે ક્રિકેટ-મૅચ ન રમવાનું કહ્યું હતું. આ અટૅકમાં ૪૦થી વધુ ભારતના જવાનો વીરગતિ પામ્યા હતા. આ અટૅકની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી.

હાલમાં પદ્મશ્રી ખિતાબ જીતનારા ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારતને ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવામાં તકલીફ થશે. ઍટ લીસ્ટ, એશિયા કપમાં ભારતે પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. ઇંગ્લૅન્ડે ૨૦૦૩ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેના રોબર્ટ મુગાબેનો વિરોધ કરવા ઝિમ્બાબ્વેની મૅચ જતી કરી હતી. જો ભારત વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો વિરોધ કરીને મૅચ નહીં રમે તો દરેક જણ બે પૉઇન્ટ્સ જતા કરવા તૈયાર થશે. આ બે પૉઇન્ટ્સને કારણે કદાચ ભારતની ટીમ સેમી ફાઇનલમાં ક્વૉલિફાય ન થાય તો મીડિયા પણ ભારતીય ટીમને દોષ નહીં આપે. જો ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે આવે તો ફાઇનલ જતી કરવી જોઈએ. ભારતીય ક્રિકેટ બોર્ડે દુબઈમાં યોજાયેલી ICC બોર્ડ મીટિંગમાં સભ્ય-દેશોને આતંકવાદી સંગઠનો ધરાવતા દેશ (પાકિસ્તાન) સાથે ક્રિકેટ ન રમવાની અપીલ કરી હતી અને ત્ઘ્ઘ્ને વિનંતી કરી હતી કે પાકિસ્તાન પર પ્રતિબંધ લગાડવામાં આવે જે રિજેક્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : મારી મમ્મીએ મારી કરીઅર માટે ઘણી તકલીફો જોઈ છે: આદિત્ય સરવટે

ભારતીય બોર્ડે NADA સાથે કર્યું ૬ મહિનાનું એગ્રિમેન્ટ

ICCના ચૅરમૅન શશાંક મનોહર સાથે ભારતીય બોર્ડના અધિકારીઓ અને વહીવટદારોએ ગઈ કાલે મુંબઈમાં મીટિંગ કર્યા પછી ઘણાં વર્ષો પછી NADA સાથે ૬ મહિનાનું એગ્રિમેન્ટ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં બોર્ડ પોતાના રજિસ્ટર્ડ ક્રિકેટરોના સેમ્પલ NADA મારફત નૅશનલ ડોપ-ટેસ્ટ લૅબોરેટરીને મોકલશે. ICC બોર્ડને ઘણાં વર્ષોથી NADAનું મેમ્બર બનવા કહી રહ્યું હતું છતાં બોર્ડ ડોપ-ટેસ્ટ માટે ખેલાડીઓના સેમ્પલ સ્વીડનની પ્રાઇવેટ એજન્સીને આપતું હતું.

gautam gambhir cricket news sports news