ક્રિકેટના વિકાસ માટે સચિન સાથે કામ કરવા ગાંગુલી આતુર

02 November, 2019 04:17 PM IST  |  મુંબઈ ડેસ્ક

ક્રિકેટના વિકાસ માટે સચિન સાથે કામ કરવા ગાંગુલી આતુર

નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.) ભારતીય ક્રિકેટ બોર્ડનો પ્રેસિડન્ટ બન્યા બાદ સૌરવ ગાંગુલી ઇન્ડિયન ક્રિકેટના વિકાસ માટે અનેક યોજના બનાવી રહ્યો છે અને તેને અમલમાં મૂકી રહ્યો છે. આ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટના ડેવલપમેન્ટ માટે તે પોતાના ભૂતપૂર્વ સાથી પ્લેયર સચિન તેન્ડુલકર સાથે કામ કરવા ઘણો આતુર છે. તાજેતરમાં ગાંગુલીએ ભારત અને બંગલા દેશને ડે-નાઇટ ટેસ્ટ મૅચ રમવા માટે મનાવી લીધાં હતાં જેનાં માસ્ટર બ્લાસ્ટરે પણ વખાણ કર્યાં હતાં.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાંગુલી અને તેન્ડુલકરે સાથે મળીને કામ કરવાની શરૂઆત કરી દીધી છે, પણ હાલનો તબક્કો પ્રારંભિક હોવાને કારણે એના વિશે કોઈ પણ ટિપ્પણી કરવી અયોગ્ય કહેવાશે. એમ છતાં જો યોજના પ્રમાણે બધું વ્યવસ્થિત થયું તો આ લેજન્ડ્સ શુભમન ગિલ, રિષભ પંત અને પૃથ્વી શૉ જેવા યુવા પ્લેયરો સાથે સમય પસાર કરતા જોવા મળશે; જેમાં આ યુવા પ્લેયરોને રમત ઉપરાંત પોતાની ક્રિકેટ સ્કિલના વિકાસ વિશે ગાઇડ કરવામાં આવશે.
સચિન તેન્ડુલકર શું નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં ટ્રેઇનિંગ સેશન આપશે કે નહીં એ વિશે હજી કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
જોકે આ સંદર્ભે કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો મુદ્દો ઊભો ન થાય એ પણ ધ્યાનમાં રાખવું પડશે.

cricket news sports sports news