અહંકારથી દૂર રહેવા ચાહકોએ હાર્દિક પંડ્યાને આપી સલાહ

09 October, 2019 02:33 PM IST  |  નવી દિલ્હી

અહંકારથી દૂર રહેવા ચાહકોએ હાર્દિક પંડ્યાને આપી સલાહ

હાર્દિક પંડ્યા

ઝહીર ખાનને કરેલી બર્થ-ડે વિશથી હાર્દિક પંડ્યાને તેના ચાહકોએ વિનંતી કરી છે. ઝહીર ખાન સોમવારે ૪૧ વર્ષનો થયો હતો. તેને જન્મદિવસની શુભેચ્છા આપતાં હાર્દિકે એક વિડિયો શૅર કર્યો હતો. એ વિડિયોમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં ઝહીર ખાનને હાર્દિક પંડ્યા સિક્સર મારતો જોવા મળી રહ્યો છે. આ વિડિયો શૅર કરીને હાર્દિકે ટ્વીટ કર્યું હતું, ‘હૅપી બર્થ-ડે ઝૅક (ઝહીર ખાન). આશા રાખું કે તું પણ મારી જેમ પ્રદર્શન કરશે.’

હાર્દિકની આ ટ્વીટને કારણે તેના ઘણા ચાહકો અને સોશ્યલ મીડિયા યુઝર્સે તેને અહંકારથી દૂર રહેવાની વિનંતી કરી છે. એક ચાહકે ટ્વીટ કર્યું હતું, ‘અહંકાર તુઝે લે ડૂબેગા મેરે ભાઈ પંડ્યા... નમ્ર રહે, મૂર્ખ નહીં.’

અન્ય એક ચાહકે લખ્યું હતું કે ‘તું ટૉક-શોની બહાર પણ સારો પર્ફોર્મન્સ આપે એવી આશા રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો : આરે કૉલોનીનાં વૃક્ષો બચાવવા માટે આગળ આવ્યો રોહિત શર્મા

તેની જેમ તું પણ ભા રત માટે વર્લ્ડ કપ લાવે એવી આશા.’

હાર્દિક પંડ્યા હાલમાં લંડનમાં તેની લોઅરબૅક ઇન્જરીની સર્જરી બાદ આરામ કરી રહ્યો છે.

hardik pandya cricket news sports news