ભૂતપૂર્વ ભારતીય ક્રિક્ટર માર્ટિનના સ્વાસ્થ્યમાં સુધારો, ખતરાથી બહાર

30 January, 2019 03:18 PM IST  | 

ભૂતપૂર્વ ભારતીય ક્રિક્ટર માર્ટિનના સ્વાસ્થ્યમાં સુધારો, ખતરાથી બહાર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિન હવે ખતરાની બહાર

27મી ડિસેમ્બરે એક રોડ અકસ્માતમાં જેકોબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. નાણાકિય સમસ્યાનાં કારણે તેમની સારવારમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. જો કે બાદમાં સમગ્ર ક્રિકેટજગત તેમની સારવાર માટે આગળ આવ્યું હતું અને નાણાકિય સહાય બાદ તેની સારવાર ફરી શરૂ કરવામાં આવી હતી. જોકે હાલ સારવાર બાદ તેની તબીયતમાં સુધારો થયો હતો અને તેમને ICUમાંથી બહાર લાવવામાં આવ્યા.

મળતી માહિતી મુજબ હાલ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિન હવે ખતરાની બહાર છે. ઘણા દિવસની સારવાર બાદ જેકોબને ICUમાંથી બહાર લવાયા છે અત્યાર સુધી જેકોબ વેન્ટિલેટર ઉપર હતા. 27મી ડિસેમ્બરે એક રોડ અકસ્માતમાં જેકોબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. નાણાકિય સમસ્યાનાં કારણે તેમની સારવારમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. જો કે બાદમાં સમગ્ર ક્રિકેટજગત તેમની સારવાર માટે આગળ આવ્યું હતું અને નાણાકિય સહાય પૂરી પાડી હતી જેના કારણે આખરે જેકોબને ICUમાંથી સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં.

ક્રિકેટજગતના કેટલાક પ્લેયર્સ જેકોબની મદદે આવ્યા હતાં. જેકોબ ભારત માટે 10 વન-ડે રમી ચુક્યા છે. વર્ષ 1999-00 દરમિયાન તે ભારતીય ટીમનો ભાગ રહ્યાં હતાં. આ સિવાય બરોડાના રણજી વિજયમાં પણ તેમનો હાથ રહ્યો છે. ટેલિગ્રાફ અનુસાર ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ સૌથી પહેલા જેકોબ માર્ટિનના એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતાં.

આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનાર અને હાર્દિક પંડ્યાનો મોટા ભાઇ કૃણાલ પંડ્યાએ માર્ટિનને બ્લેન્ક ચેક આપ્યો હતો અને કહ્યું હતું કે, 'સર, તમને જરૂર હોય તે અમાઉન્ટ આ ચેકમાં ભરી શકો છો પરંતુ 1 લાખ કરતા ઓછા રુપિયાનો ચેક લખતા'. આ સિવાય આ પહેલા 5 લાખ રૂપિયાની મદદ કરી હતી અને BCAએ 3 લાખ રૂપિયાની મદદ કરી હતી.