ઇંગ્લૅન્ડ વર્સસ સાઉથ આફ્રિકા બેન સ્ટોક્સ ફરી પોતાનો જલવો દેખાડી શકશે?

03 January, 2020 04:29 PM IST  |  Mumbai Desk

ઇંગ્લૅન્ડ વર્સસ સાઉથ આફ્રિકા બેન સ્ટોક્સ ફરી પોતાનો જલવો દેખાડી શકશે?

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મૅચમાં બેન સ્ટોક્સ તેનો જાદુ ફરી ચલાવી શકે કે નહીં એ એક સવાલ છે. સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ મૅચ સેન્ચુરિયનમાં રમાઈ હતી જે તેઓ હારી ગયા હતા. બીજી મૅચ હવે ન્યુલૅન્ડ્સમાં રમાઈ રહી છે. ચાર વર્ષ પહેલાં બેન સ્ટોક્સે અહીં અદ્ભુત ઇનિંગ રમી હતી. તેણે ૧૯૮ બૉલમાં ૨૫૮ રન કર્યા હતા તેમ જ વર્લ્ડ ટેસ્ટ રેકૉર્ડમાં છઠ્ઠા નંબરે તેણે અને જોની બૅરસ્ટ્રોએ ૩૯૯ રનની પાર્ટનરશિપ કરી હતી. 

મહેમાન બનીને આવેલી ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમને પહેલી ટેસ્ટ મૅચમાં ૧૦૭ રને માત આપ્યા બાદ યજમાન ટીમ સાઉથ આફ્રિકા સામે આજથી શરૂ થનારી બીજી ટેસ્ટ મૅચમાં પણ પોતાનો વિજયરથ યથાવત્ રાખવાનો પ્રયાસ કરશે. તેમની ટીમમાં ઍડન માર્કરમની જગ્યાએ પીટર મલાનને રમાડશે. તેમણે પહેલી ટેસ્ટમાં સ્પીનરને નહોતા રમાડ્યા, પરંતુ ન્યુલૅન્ડના ગ્રાઉન્ડ પર સ્પીનરની જરૂર પડતી હોવાથી તેઓ સ્પીનરનો સમાવેશ કરશે. ઇંગ્લૅન્ડ માટે આ ચર્ચાનો વિષય છે. તેમનો બોલર જૅક લીચ સાઉથ આફ્રિકામાં પગ મૂક્યો ત્યારથી બીમાર છે, પરંતુ તે હવે રિકવર કરી રહ્યો છે. જોકે આ મૅચમાં તે ફિટ હોય એવું લાગતું નથી. મૅટ પાર્કિન્સન ફોર્મમાં નથી. તેમની ટીમમાં ઘણા પ્લેયર બીમાર પડ્યા હોવાથી ડોમ બેસને રમાડવામાં આવશે એવી શક્યતા છે. ઇંગ્લૅન્ડનો સ્ટાર બોલર જોફ્રા આર્ચરે પણ બુધવારે પ્રૅક્ટિસ કરી ન હોવાથી તે રમે કે નહીં એ એક સવાલ છે. તેના જમણા હાથની કોણીમાં પ્રૉબ્લેમ છે.

અમે ફક્ત ટેસ્ટ જીત્યા છીએ, હજી ઘણું બધું થઈ શકે છે : ફૅફ ડુ પ્લેસિસ
કેપટાઉન (આઇ.એ.એન.એસ.) : સાઉથ આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસિસે તેની ટીમને ચેતવણી આપી છે કે હવે ટેસ્ટમાં કઈ પણ થઈ શકે છે. ઇંગ્લૅન્ડ સામેની પહેલી ટેસ્ટ તેઓ જીતી ગયા છે, પરંતુ બાકીની ટેસ્ટ તેઓ હવે લાઇટલી નહીં લે. આ વિશે ડુપ્લેસિસે કહ્યું હતું કે ‘અમે ફક્ત એક મૅચ જીત્યા છે અને ટેસ્ટ ટીમ તરીકે અમે હજી સુધી કોઈ સિદ્ધિ નથી મેળવી. હજી ઘણું બધું થઈ શકે છે. ટેસ્ટ ટીમ તરીકે અમારી જે મંઝિલ છે ત્યાં સુધી હજી પહોંચવાનું બાકી છે. અમે નસીબદાર છીએ કે પહેલી મૅચ જીતી ગયા, પરંતુ અમને ખબર છે કે ઇંગ્લૅન્ડની સામે હંમેશાં ટેસ્ટ મૅચ અમે જે રીતે ઇચ્છીએ છીએ એ રીતે નથી ગઈ. જો અમે હળવાશથી લઈશું તો ટેસ્ટ ક્રિકેટ એક ઑર્ડિનરી ગેમ બની જશે.’

sports news sports england south africa ben stokes