લૉર્ડ્‍સ ટેસ્ટમાંથી ડ્રૉપ થતાં ક્રિકેટમાંથી નાનો બ્રેક લેશે મોઇન અલી

15 August, 2019 01:50 PM IST  |  લંડન

લૉર્ડ્‍સ ટેસ્ટમાંથી ડ્રૉપ થતાં ક્રિકેટમાંથી નાનો બ્રેક લેશે મોઇન અલી

મોઇન અલી

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર મોઇન અલીને લૉર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મૅચમાંથી ડ્રૉપ કરાયા બાદ તે ક્રિકેટમાંથી થોડા સમય માટે બ્રેક લેશે. છેલ્લા બાર મહિનામાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં હાઇએસ્ટ વિકેટ લેવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. જોકે આ પિરિયડમાં તે પોતાની બૅટિંગ સ્કીલ વધારે બતાવી નથી શક્યો.

ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મૅચમાં મોઇને ૧૭૨ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. નબળી બૅટિંગને કારણે પણ વર્લ્ડ કપની ઇંગ્લૅન્ડની પહેલી ટીમમાં તેને સ્થાન આપવામાં નહોતું આવ્યું. હાલમાં ટેસ્ટ મૅચમાં મોઇન અલીના સ્થાને જૅક લીચને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઇંગ્લૅન્ડની ટીમના કોચ ઍલેક્સ ગીડમૅને કહ્યું કે ‘મોઇન અલી હાલમાં પોતાને રિચાર્જ કરવા ક્રિકેટમાંથી થોડો સમય દૂર જઈ રહ્યો છે જેથી તે પોતાની પ્રૅક્ટિસ પર ધ્યાન આપી શકે. તેને વુર્સેસ્ટરશાયર વતી રમવું ગમે છે. અમે તેના આ નિર્ણયને સંપૂર્ણ ટેકો આપીએ છીએ. વર્લ્ડ કપથી ઍશિઝ સુધી તેનું શેડ્યુલ ઘણું હેક્ટિક રહ્યું છે.’

આ પણ વાંચો : આગામી સિરીઝમાં સિલેક્ટ ન થતાં સ્ટેને કોહલીની માગી માફી

લૉર્ડ્‍સમાં ઑસ્ટ્રેલિયાનો રેકૉર્ડ સારો છે અને તેઓ ઇચ્છશે કે તેઓ બીજી ટેસ્ટ જીતીને લીડ ૨-૦ કરે.

cricket news sports news england