સાઉથ આફ્રિકા સામે ઇંગ્લૅન્ડની સ્થિતિ મજબૂત

06 January, 2020 04:50 PM IST  |  Mumbai Desk

સાઉથ આફ્રિકા સામે ઇંગ્લૅન્ડની સ્થિતિ મજબૂત

ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ મૅચની સિરીઝમાંની કેપટાઉનમાં રમાતી બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. પહેલી ઇનિંગમાં ૨૬૯ રને ઑલઆઉટ થયા બાદ મહેમાન ટીમે સાઉથ આફ્રિકાની પહેલી ઇનિંગ ૨૨૩માં જ આટોપી લીધી હતી અને ૪૬ રનની લીડ લીધી હતી. ઓપનિંગ બૅટ્સમૅન ડોમનિક સિબ્લી ૮૫ રનની ઇનિંગ રમીને હજુ ક્રીઝ પર જામેલો છે. 

મૅચના ત્રીજી દિવસે ડોમિનીક સિબલીએ નાબાદ ૮૫ રનની પારી હતી જ્યારે જો રૂટ ૬૧ રન બનાવીને આઉટ થયો હતો. ઓછા સ્કોર સાથે રમાઈ રહેલી આ મૅચમાં એક સમયે લાગતું હતું કે ઇંગ્લૅન્ડને આ મૅચ ગુમાવવાનો વારો આવી શકે છે ત્યાં એણે બીજી ઇનિંગમાં કમબૅક કરીને સારો સ્કોર ખડો કર્યો હતો. નોંધનીય છે કે આજે ચોથા દિવસે ટીમના સ્કોરમાં વધારે રન ઉમેરીને મહેમાન ટીમ મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે જેથી યજમાન ટીમને મહાત આપી શકાય અને સિરીઝ ૧-૧ની બરાબરી પર લાવી શકાય. ત્રીજા દિવસનો ખેલ સમાપ્ત થતાં ઇંગ્લૅન્ડે ચાર વિકેટે ૨૧૮ રન બનાવી સાઉથ આફ્રિકા પર કુલ ૨૬૪ રનની લીડ લીધી હતી. ડોમિનિક સિબ્લી સાથે ડોમિનિક બેસ ક્રીઝ પર બનેલા છે.

cricket news sports news sports south africa england