359 રનના ટાર્ગેટ સામે રૂટને મળ્યો ડેન્લીનો સાથ

25 August, 2019 11:15 AM IST  |  લીડ્સ

359 રનના ટાર્ગેટ સામે રૂટને મળ્યો ડેન્લીનો સાથ

રૂટ અને ડેન્લી

પહેલી ઇનિંગમાં ફક્ત ૬૭ રને ધરાશાયી થનાર ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં ૩૫૯ રનના ટાર્ગેટની ચૅલેન્જ મૂકી હતી. ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડે ૪૩ ઓવરમાં ૩ વિકેટે ૧૪૫ રન બનાવ્યા હતા જેમાં યૉર્કશાયરના જો રૂટે ૬૮ અને સ્ટોક્સે એક રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડના બોલરોએ પ્રવાસી ટીમને સેકન્ડ ઇનિંગ્સમાં ૭૫.૨ ઓવરમાં ૨૪૬ રને ઑલઆઉટ કરી હતી જેમાં માર્નસ લબુસેને હાઇએસ્ટ ૮૦, મેથ્યુ વેડે ૩૩, ટ્રેવિસ હેડે ૨૫ અને ઉસ્માન ખ્વાજાએ ૨૩ રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સે ૩ જ્યારે જોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રૉડે બે-બે વિકેટ લીધી હતી. જો ડેન્લી અને જૉની બેરસ્ટોએ લબુસેનને રનઆઉટ કરીને ૧૮૭ બૉલની શાનદાર ઇનિંગનો અંત આણ્યો હતો.

આ પણ વાંચો : કૅપ્ટનનો વિશ્વાસ સાર્થક કરવામાં આનંદ થયો : જાડેજા

ઇંગ્લૅન્ડના ઓપનરો ફરી એક વખત નિષ્ફળ ગયા હતા. રોરી બર્ન્સ (૭) અને જેસન રૉયને (૮) પૅટ કમિન્સ અને જોશ હેઝલવુડે આઉટ કર્યા હતા. ઑસ્ટ્રેલિયા સિરીઝમાં ૧-૦થી આગળ છે અને ટેસ્ટમાં હજી બે દિવસ બાકી છે.

joe root australia england cricket news sports news