ICCના ઇતિહાસમાં સૌથી વધુ કોઈ ટુર્નામેન્ટ જોવાઈ હોય તો 2019નો વર્લ્ડ કપ

17 September, 2019 12:11 PM IST  |  દુબઈ

ICCના ઇતિહાસમાં સૌથી વધુ કોઈ ટુર્નામેન્ટ જોવાઈ હોય તો 2019નો વર્લ્ડ કપ

ક્રિકેટ

દુનિયાભરમાં ક્રિકેટના ચાહકોની સંખ્યા અન્ય ગેમ કરતાં વધારે છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં હોય. એમાં પણ જ્યારે વર્લ્ડ કપ હોય ત્યારે દરેક દેશનો પોતાનો એક અલગ જ ઉત્સાહ હોય છે. હાલમાં પ્રાપ્ત થયેલા સમાચાર પ્રમાણે આઇસીસી વર્લ્ડ કપ ૨૦૧૯ જોનારા લોકોનો આંકડો અત્યાર સુધીનો સૌથી મોટા આંકડા તરીકે નોંધાયો છે. આઇસીસીના ઇતિહાસમાં કોઈ પણ ટુર્નામેન્ટને આટલા વધુ વ્યુઝ નથી મળ્યા. આ વર્લ્ડ કપની મજા દુનિયાભરના અંદાજે ૧.૬ અબજ લોકોએ વિવિધ માધ્યમ થકી માણી હતી, જે પાછલા વર્લ્ડ કપ કરતાં ૩૮ ટકા વધારે છે. આઇસીસીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે હૉટસ્ટાર જેવા પ્લૅટફૉર્મને પણ ઉક્ત આંકડામાં ગણી લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટ બોર્ડ અને ઍર ઇન્ડિયા વચ્ચે વાર્ષિક કરારની સંભાવના

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની સેમી ફાઇનલનું લાઇવ સ્ટ્રીમિંગ અંદાજે ૨.૫૩ કરોડ લોકોએ જોયું હતું, જ્યારે ક્રિકેટજગતના સૌથી મોટા રાઇવલ ભારત-પાકિસ્તાનની મૅચ ૨૭.૩ કરોડ લોકોએ લાઇવ જોઈ હતી.
અંદાજે ૨૦,૦૦૦ કલાક આ ટુર્નામેન્ટની મૅચોનું લાઇવ સ્ટ્રીમિંગ અને હાઇલાઇટ જોવાઈ હતી. આ મૅચ લગભગ ૨૦૦ દેશોમાં ૨૫ બ્રૉડકાસ્ટ પાર્ટનરની મદદથી જોવાઈ હતી.

international cricket council cricket news sports news