ધોની બન્યો પાણીપૂરીવાળો

07 February, 2020 04:07 PM IST  |  Mumbai Desk

ધોની બન્યો પાણીપૂરીવાળો

મહેન્દ્ર સિંહ ધોનીનો સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે પાણીપૂરી વેચતો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં પાણીપૂરી વેચનાર યશસ્વી જયસ્વાલે અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં સેન્ચુરી મારી ત્યારથી તે સતત ન્યુઝમાં છે. એક તરફ પાણીપૂરી વહેંચતો ક્રિકેટર બની ગયો છે તો બીજી તરફ ક્રિકેટર ધોની તેના રિટાયરમેન્ટની નજીક છે ત્યારે મસ્તીમાં તેના સાથીઓ માટે પાણીપૂરી વહેંચતો જોવા મળી રહ્યો છે. તે મૉલદીવ્ઝમાં છે અને ત્યાં એક ઇવેન્ટમાં ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટર રુદ્ર પ્રતાપ સિંહ અને પીયૂષ ચાવલાને પાણીપૂરી બનાવીને આપતો જોવા મળી રહ્યો છે.

cricket news sports news sports ms dhoni mahendra singh dhoni