મૅચ-ફિક્સિંગ હત્યા કરતાં પણ મોટો અપરાધ : ધોની

12 March, 2019 10:48 AM IST  | 

મૅચ-ફિક્સિંગ હત્યા કરતાં પણ મોટો અપરાધ : ધોની

મહેન્દ્ર સિંહ ધોની

ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા સમય બાદ રિલીઝ થનારી ડૉક્યુમેન્ટરીમાં કહ્યું છે કે મારા માટે સૌથી મોટો ગુનો હત્યા નહીં, પરંતુ મૅચ-ફિક્સિંગ છે. સ્પૉટ-ફિક્સિંગ માટે બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નઈ સુપર કિંગ્સની ગયા વર્ષે IPLમાં વાપસી પર આધારિત આ ડૉક્યુમેન્ટરી ‘રૉર ઑફ ધ લાયન’ના ૪૫ સેકન્ડના ટ્રેલરમાં ધોનીએ કહ્યું હતું કે ‘ટીમ આમાં (મૅચ-ફિક્સિંગ) સામેલ હતી. મારા પર પણ આરોપ મુકાયા હતા. અમારા બધા માટે ખરાબ સમય હતો. વાપસી એક લાગણીભરી ક્ષણ હતી જે ઘટનામાં તમારું મૃત્યુ નથી થતું. એ તમને મજબૂત બનાવે છે.’

આ પણ વાંચો : ટેલરની ડબલ સેન્ચુરીને કારણે ન્યુ ઝીલૅન્ડની સ્થિતિ મજબૂત

આ ડૉક્યુમેન્ટરી હોટસ્ટાર પર દેખાડવામાં આવશે. ધોનીએ ૨૦૧૮માં ચેન્નઈની ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું તેમ જ ત્રીજી વખત ટીમને ચૅમ્પિયન બનાવી હતી. ૨૦૧૩ સ્પૉટ-ફિક્સિંગ મામલે મૅનેજમેન્ટની ભૂમિકાને કારણે ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો.

ms dhoni cricket news sports news