હાલના સમયમાં વિશ્વમાં પાકિસ્તાન સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક : ગેઇલ

11 January, 2020 02:14 PM IST  |  Mumbai Desk

હાલના સમયમાં વિશ્વમાં પાકિસ્તાન સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક : ગેઇલ

બંગલા દેશ પ્રીમિયર લીગમાં છોટ્ટોગ્રામ ચૅલેન્જર્સ વતી રમી રહેલા ક્રિસ ગેઇલે કહ્યું હતું કે ‘હાલના સમયમાં વિશ્વમાં પાકિસ્તાન સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક છે. એ લોકો કહે છે કે તમને રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા મળશે, એનો અર્થ એ કે તમે સારા હાથમાં છો. મારો મતલબ બંગલા દેશમાં પણ અમે સારા હાથમાં છીએ. બરાબર?’

જોવા જઈએ તો એક રીતે ગેઇલે આ બાબતે ટોન્ટ માર્યો હતો અને હસી-મજાકમાં પોતાને પણ બંગલા દેશમાં રાષ્ટ્રપતિ જેવી સુરક્ષા મળશે એવી વાત કહી હતી.

sports news sports chris gayle