વર્લ્ડ કપમાં પણ ભારત પાકિસ્તાન સામે ન રમે

18 February, 2019 07:48 AM IST  | 

વર્લ્ડ કપમાં પણ ભારત પાકિસ્તાન સામે ન રમે

વિરાટ કોહલી અને સરફરાઝ અહેમદ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ મુંબઈની ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાના સેક્રેટરી સુરેશ બાફનાએ કહ્યું હતું કે ‘આગામી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મૅચમાં ભારતે રમવું ન જોઈએ. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ આ બાબતે ખૂલીને બહાર આવ્યા ન હોવાથી એવું લાગે છે,

તેમનો પણ વાંક છે. અમારા લશ્કર અને CRPFના જવાનો સામેની આતંકવાદી પ્રવૃત્તિને અમે વખોડી કાઢીએ છીએ. ઇમરાન ખાને જવાબ આપવો જોઈએ તે પાકિસ્તાનના વડા પ્રધાન છે. જો તે માને છે કે આ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી તો તેણે આ બાબતે જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ.’

આ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોના પરિવારોને BCCI પહોંચાડશે મદદ

 આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાએ મુંબઈમાં આવેલા પોતાના બ્રેબર્ન સ્ટેડિયમમાં મૂકેલી ઇમરાન ખાનની પ્રતિભાને પહેલાં જ હટાવી દીધી હતી.

cricket news board of control for cricket in india pakistan cricket club of india