સ્મિથની ઈજા પછી ફરજિયાત નેક ગાર્ડ હવે વધારે દૂર નથી

21 August, 2019 11:14 AM IST  |  સિડની

સ્મિથની ઈજા પછી ફરજિયાત નેક ગાર્ડ હવે વધારે દૂર નથી

સ્મિથ

સ્ટીવ સ્મિથને બીજી ઍશિઝ ટેસ્ટમાં જોફ્રા આર્ચરના બૉલમાં ઈજા થયા પછી ઑસ્ટ્રેલિયાની નૅશનલ ટીમના મેડિકલ ચીફનું માનવું છે કે ઑસ્ટ્રેલિયાના પ્લેયરો માટે ફરજિયાત નેક ગાર્ડ હવે ‘વધારે દૂર નથી’. ૨૦૧૪માં ફિલિપ હ્વુજીસના મૃત્યુ પછી ઑસ્ટ્રેલિયા પ્લેયરોની સેફ્ટી માટે વધુ સાવચેત બન્યું છે. ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે પોતાની ડોમેસ્ટિક સીઝનમાં કંક્શન સબસ્ટિટ્યુટનો નિયમ લાગુ કર્યો હતો જેમાં બૅટ્સમૅન ઇન્જર્ડ થઈને મેદાનની બહાર જાય તો રિપ્લેસ થયેલો પ્લેયર બૅટિંગ કરી શકે. આ નિયમ આઇસીસીએ ઇન્ટર‌નૅશનલ ક્રિકેટમાં બીજી ઍશિઝ ટેસ્ટથી લાગુ કર્યો હતો. રવિવારે સ્ટીવ સ્મિથ ગેમની બહાર થતાં માર્નસ લેબુસેને બૅટિંગ કરીને ૧૦૦ બૉલમાં ૫૯ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : નવદીપ સૈનીને ઇન્ડિયન ટીમે કવર તરીકે જાળવી રાખ્યો

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના સ્પોર્ટ્સ મેડિસિન ચીફ ઍલેક્સ કોન્ટોરિસે કહ્યું, ‘સ્પેશ્યલ ડિઝાઇન કરેલા નેક ગાર્ડ્સ જેને ‘સ્ટેમ ગાર્ડ્સ’ કહેવાય છે હવે થોડા સમયમાં પ્લેયરો માટે ફરજિયાત બની જશે. ફિલિપ હ્વુજીસના મૃત્યુ પછી ડૉક્ટરોએ પ્લેયરોનાં સેફ્ટી ઇક્વિપમેન્ટ પર જબરજસ્ત રિસર્ચ કર્યું છે. હવે હેલ્મેટ મૅન્યુફૅક્ચરર અને ક્રિકેટ બોર્ડ વચ્ચે હેલ્મેટના સ્ટાન્ડર્ડ, સાઇઝ અને એરિયા વિશે ઍગ્રિમેન્ટ થયું છે. હવે અપગ્રેડેડ હેલ્મેટના ટ્રાય માટે ૬ મહિના બાકી છે જેને ફરજિયાત બનાવવાની જરૂર છે.’

steve smith cricket news sports news australia