બ્રૅડમૅનને તેમના જ ઘરે મળનાર એકમાત્ર ફૅન ગુજરાતી

27 August, 2019 07:30 AM IST  |  મુંબઈ | ક્લેટન મુર્ઝેલો

બ્રૅડમૅનને તેમના જ ઘરે મળનાર એકમાત્ર ફૅન ગુજરાતી

કુમાર જે. સોનાવારિયા

ક્રિકેટના એવર-ગ્રીન લેજન્ડ સર ડૉન બ્રૅડમૅનના ફૅન્સ ફક્ત ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડમાં નહીં, ભારતમાં પણ ઘણા છે.૬૯ વર્ષના વસઈનિવાસી કુમાર જે. સોનાવારિયા લગભગ એકમાત્ર એવી વ્યક્તિ છે જે ક્રિકેટર કે જર્નલિસ્ટ ન હોવા છતાં સર ડૉન બ્રૅડમૅન સાથે મુલાકાત કરી છે. આજે બ્રૅડમૅનની ૧૧૧મી જન્મશતાબ્દી છે. ૧૯૮૬ની શરૂઆતમાં કુમાર જ્યારે ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાની ટીમના કોર્ડિનેટર હતા ત્યારે બ્રૅડમૅને કુમારને તેના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. કુમારે કહ્યું, ‘બ્રૅડમૅનના ઘરની બાજુમાં આવેલા પાર્કિન્સન ઓવલ ગ્રાઉન્ડમાં મૅચ રમ્યા પછી હું બારમાં ગયો અને ત્યાં સર ડૉનની ફ્રેમ જોઈ. મેં ડ્યુટી પર હાજર એક લેડીને પૂછ્યું કે આ ફ્રેમ કોની છે? લેડીને નવાઈ લાગી કે આને ખબર નથી કે બ્રૅડમૅન છે. અફકોર્સ, મને ખબર હતી કે બ્રૅડમૅન છે છતાં મેં મજાક કરવાનું ચાલુ રાખ્યું ત્યાં સુધી કે તેમણે શરત મૂકી કે જો હું તેમને ઓળખી બતાવું તો જ મને બિયરનો ગ્લાસ મળશે. આ જોક પછી મેં પૂછ્યું, સર ડૉન ક્યાં રહે છે? તેમણે કહ્યું, આ બિલ્ડિંગ પછી સેકન્ડ લેફ્ટ ટર્ન લીધા પછી બીજો બંગલો તેમનો છે.’

કુમાર ત્યાર પછી ઑસ્ટ્રેલિયાના સૌથી ફૅમસ ઍડ્રેસ - ૨ હોલ્ડન, કેનસિંગ્ટન પાર્કમાં પહોંચ્યા. કુમારે યાદગાર અનુભવ ‘મિડ-ડે’ સાથે શૅર કરતાં કહ્યું, ‘બ્રૅડમૅને મને પૂછ્યું કે જેન્ટલમૅન, તમે વર્લ્ડના કયા ભાગમાંથી આવો છો? મેં કહ્યું ઇન્ડિયા. શું તમને મારો ઑટોગ્રાફ જોઈએ છે? મેં તેમને નમ્રતાપૂર્વક ના પાડતાં કહ્યું, નહીં, મારે ફક્ત તમને મળવું હતું. જેસી બ્રૅડમૅન ખૂબ સારા હતા. તેમણે મને તેમના ઘરે ચા પીવાનું આમંત્રણ આપ્યું. મેં ના પાડી, કારણ કે તેમણે પોતે મારા માટે ચા બનાવવી પડી હોત અને હું તેમને હેરાન કરાવ માગતો નહોતો. જ્યારે મેં તેમની સાથે ફોટો લેવાની ઇચ્છા વ્યક્ત કરી તો તેમણે કહ્યું, ગૉડ હેલ્પ યુ વિશ ડેટ, બિકોઝ ક્લાઇમેટ ઇઝ બેડ (ભગવાન તારી ઇચ્છા પૂરી કરે કારણ કે મોસમ ખરાબ છે). મેં પાડોશીની મદદથી ફોટો પડાવ્યા અને સિંગાપોર પહોંચ્યો ત્યારે કૅમેરાનો રોલ ધોવડાવીને ફોટોની ૪ પ્રિન્ટ મેઇલ કરી હતી.’

કુમારે તેની ટીમને બ્રૅડમૅન સાથેની મુલાકાત વિશે કંઈ કહ્યું નહોતું. જોકે ૮ મહિના પછી કુમારને ફોટો આપવા પોસ્ટમૅન તેના ઘરે આવ્યો અને એમાં બ્રૅડમૅનનો લેટર હતો.૦ ‘સીસીઆઇમાં હું તો સ્ટાર બની ગયો.’ કુમારે કહ્યું, ‘સીસીઆઇ ક્રિકેટ કમિટીના ચીફ રાજસિંહ ડુંગરપુર મારી જેટલા જ ખુશ હતા અને ક્લબમાં બધાને મારી બ્રૅડમૅન સાથેની મુલાકાત વિશે કહેતા હતા. મને યાદ છે કે રાજભાઈએ તેમના ફ્રેન્ડ અને મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર ડીએસ સોમનને મારી સ્ટોરી કહી હતી.’

આ પણ વાંચો : વિજય હજારે ટ્રોફી દિનેશ કાર્તિકને તમિલનાડુ ટીમનું સુકાની પદ સોપ્યું

જો રાજસિંહ ડુંગરપુર અને કેકી કોટવાલે ઑસ્ટ્રેલિયાની ટ્રીપ સંભવ બનાવી હતી તો બ્રૅડમૅને તેને યાદગાર બનાવી દીધી હતી. આજે પણ બ્રૅડમૅન ઘણી રીતે ૧૧૧ નૉટઆઉટ છે.

don bradman cricket news sports news