ભવિષ્યના પ્લાનિંગ માટે ઇન્ડિયન સિરીઝમાંથી નામ પાછું ખેંચ્યું ગેઇલે

28 November, 2019 12:06 PM IST  |  Barbados

ભવિષ્યના પ્લાનિંગ માટે ઇન્ડિયન સિરીઝમાંથી નામ પાછું ખેંચ્યું ગેઇલે

ક્રિસ ગેઇલ

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના ધુઆંધાર પ્લેયર ક્રિસ ગેઇલે જણાવ્યું છે કે તે આવતા મહિને ભારત પ્રવાસે આવતી વિન્ડીઝ ટીમનો ભાગ નહીં બને. આ સંદર્ભે વાત કરતાં ગેઇલે કહ્યું હતું કે ‘વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે મને વન-ડેમાં રમવા માટે ફોન કર્યો હતો, પરંતુ મેં ના પાડી દીધી છે. સિલેક્ટર્સ ઇચ્છે છે કે હું યુવા ખેલાડી સાથે રમું, પરંતુ આ વર્ષેનો બાકીનો સમય હું બ્રેક લઈ રહ્યો છું. મારા ભવિષ્યને લઈને આ સમયમાં મેં મારી જાતને રિચાર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમ્યાન હું ૨૦૨૦ની રણનીતિ બનાવવા માગું છું. તમે નવી વાત શીખવાનું ક્યારેય ચૂકી ન શકો. ૨૦૨૦ને ધ્યાનમાં રાખીને મારે શું ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂરત છે એની સમીક્ષા પણ કરીશ.’

નોંધનીય છે કે આ પ્લેયરના ખરાબ પર્ફોર્મન્સને લીધે કોઈ માન ન આપતું હોવાની વાત પણ તેણે તાજેતરમાં કરી હતી.

chris gayle cricket news sports news west indies