સારા પર્ફોર્મન્સને કારણે પૂજારાનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ થઈ શકે અપગ્રેડ

14 February, 2019 03:06 PM IST  | 

સારા પર્ફોર્મન્સને કારણે પૂજારાનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ થઈ શકે અપગ્રેડ

ઓસ્ટ્રેલિયામાં પૂજારા છે શાનદાર ફોર્મમાં

ઑસ્ટ્રેલિયામાં રમાતી ૪ ટેસ્ટની સિરીઝમાં ભવ્ય પર્ફોર્મન્સને કારણે ભારતીય ક્રિકેટ ર્બોડ દ્વારા ચેતેશ્વર પુજારાનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ A પ્લસ ગ્રેડનો કરવામાં આવે એવી સંભાવના છે. તેણે વર્તમાન સિરીઝની ૭ ઇનિંગ્સમાં ૩ સેન્ચુરીની મદદથી હાઇએસ્ટ ૫૨૧ રન બનાવ્યા છે. તેના શાનદાર પ્રદર્શનને કારણે ભારત ૭૧ વર્ષમાં પહેલી વખત ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ જીતવાની લગોલગ પહોંચી ગયું છે. A પ્લસ ગ્રેડવાળા ખેલાડીને ૭ કરોડ, A ગ્રેડવાળા ખેલાડીને પાંચ કરોડ રૂપિયા મળે છે જેમાં પુજારા અત્યારે છે. બી અને સી ગ્રેડવાળા ખેલાડીને અનુક્રમે ૩ અને ૧ કરોડ રૂપિયા મળે છે. ભારતીય ક્રિકેટ ર્બોડના એક સિનિયર અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે વહીવટદારોના વડા વિનોદ રાય ટીમ મૅનેજમેન્ટ અને ટીમ સિલેક્ટર સાથે આ બાબતે ચર્ચા કરશે.

આ પણ વાંચોઃ IND vs AUS: પૂજારાની 17મી સદી, બનાવ્યા બે વર્લ્ડ રેકોર્ડ

તેને A પ્લસ ગ્રેડનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ આપીને અમે યુવાનોને ઉદાહરણ આપવા માગીએ છીએ કે ટેસ્ટ-ક્રિકેટને જ સૌથી વધુ મહkવ આપવું જોઈએ. A પ્લસ ગ્રેડનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ફક્ત ત્રણેય ર્ફોમેટ રમતા ખેલાડીઓને અપાય છે. શિખર ધવનને A પ્લસ ગ્રેડનો કૉન્ટ્રૅક્ટ નહીં મળી શકે કારણ કે તેની ટેસ્ટ-ટીમમાં આવવાની સંભાવના હવે નહીંવત છે. વહીવટદારો પૃથ્વી શૉ, મયંક અગરવાલ, લોકેશ રાહુલ અને રિષભ પંતના નામ પર વિચાર કરશે.

cheteshwar pujara australia cricket news board of control for cricket in india team india sports news