T20માં ચેતેશ્વર પુજારાની સેન્ચુરી

22 February, 2019 11:36 AM IST  | 

T20માં ચેતેશ્વર પુજારાની સેન્ચુરી

ચેતેશ્વર પુજારા

ટેસ્ટ સ્પેશ્યલિસ્ટ ચેતેશ્વર પુજારાએ ગઈ કાલથી શરૂ થયેલી ભારતની ઑફિશ્યલ ડોમેસ્ટિક T૨૦ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T૨૦ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર વતી રેલવે સામે ૬૧ બૉલમાં ૧૪ ફોર અને ૧ સિક્સરની મદદથી નૉટઆઉટ ૧૦૦ રન ફટકાર્યા હતા. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં સૌરાષ્ટ્રએ ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૧૮૮ રન બનાવ્યા હતા. રેલવેએ ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેસ કરી લીધો હતો.

ઇન્દોરના અમરેલ્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મુંબઈએ સિક્કિમને ૧૫૪ રનના અંતરથી કચડી નાખ્યું હતું. શ્રેયસ અય્યરે ૫૫ બૉલમાં ૭ ફોર અને ૧૨ સિક્સરની મદદથી ૧૪૭ રન બનાવીને બે રેકૉર્ડ બનાવ્યા હતા. T૨૦ ક્રિકેટમાં ભારત વતી હાઇએસ્ટ સિક્સર અને હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર બનાવનાર બૅટ્સમૅન બન્યો હતો.

આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન મૅચની ICCની બેઠકમાં થશે ચર્ચા

વિજયવાડામાં ઝારખંડે ડિફેન્ડિંગ ચૅમ્પિયન દિલ્હીને ૩ રનથી હરાવ્યું હતું. બન્ને ટીમના વન-ડાઉન બૅટ્સમૅને ૧૨૫થી વધુના સ્ટ્રાઇક-રેટથી એક્ઝેટ ૭૦ રન ફટકાર્યા હતા. ઝારખંડના વિરાટ સિંહે ૪૯ બૉલમાં નૉટઆઉટ ૭૦ અને દિલ્હીના ધ્રુવ શોરેએ ૫૫ બૉલમાં ૭૦ રન બનાવ્યા હતા. રણજી અને ઇરાની ટ્રોફી ચૅમ્પિયન વિદર્ભે સુરતના લાલાભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં હિમાચલ પ્રદેશને છેલ્લા બૉલે વિનિંગ રન ફટકારીને ૩ વિકેટથી હરાવ્યું હતું.

cheteshwar pujara cricket news sports news t20