બટલરને આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન કરતા ફટકારાયો દંડ

11 January, 2020 02:00 PM IST  |  Mumbai Desk

બટલરને આઇસીસીના નિયમોનું ઉલ્લંઘન કરતા ફટકારાયો દંડ

ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના વિકેટકીપર જૉસ બટલરને આઇસીસીની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મૅચ-ફીના ૧૫ ટકાનો દંડ કરવામાં આવ્યો છે. કેપ ટાઉનમાં રમાયેલી ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના પાંચમા દિવસે તેણે આઇસીસીની આચારસંહિતાના લેવલ-૧ હેઠળ આર્ટિકલ ૨.૩નું ઉલ્લંઘન કર્યું હતું. 

સાઉથ આફ્રિકાની બીજી ઇનિંગમાં જ્યારે ફિલૅન્ડર બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે બટલરે અભદ્ર શબ્દો વાપર્યા હતા જેને કારણે તેને આ દંડ કરાયો હતો જેની સાથે એક ડીમેરિટ પૉઇન્ટ પણ તેના ખાતામાં ઉમેરાયો હતો. બટલરે પછીથી પોતાની આ ભૂલ સ્વીકારી લીધી હતી.

cricket news sports sports news