બુમરાહ બન્યો બેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર

13 January, 2020 05:07 PM IST  |  Mumbai Desk

બુમરાહ બન્યો બેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર

લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ સ્વીકાર્યા બાદ ક્રિષ્નમાચારી શ્રીકાંત.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પોતાના શાનદાર પર્ફોર્મન્સ માટે ઘણી નામના મેળવી ચૂક્યો છે અને તેના ધમાકેદાર પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે તેને ઇન્ટરનૅશનલ બેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનો પૉલી ઉમરીગર અવૉર્ડ આપવાની જાહેરાત કરી છે. 

વર્ષ ૨૦૧૮-૧૯માં શાનદાર પર્ફોર્મન્સ કરવા બદલ બુમરાહને આ અવૉર્ડ આપવામાં આવ્યો છે. તેણે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ મૅચમાં પાંચ-પાંચ વિકેટ લેવાનો કીર્તિમાન સર્જ્યો હતો અને આવું કરનારા તે એશિયાનો પહેલો બોલર બન્યો હતો. મહિલાઓમાં આ અવૉર્ડ માટે પૂનમ યાદવ પર પસંદગી ઉતારવામાં આવી હતી.
આ ઉપરાંત ક્રિષ્નમાચારી શ્રીકાંતને પુરુષ વર્ગમાં અને અંજુમ ચોપડાને મહિલા વર્ગમાં લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવોર્ડ એનાયત કરાયો હતો.

કોને કયો અવૉર્ડ?
પ્લેયર અવૉર્ડ
ક્રિષ્નમાચારી શ્રીકાંત કર્નલ સી.કે. નાયડુ લાઇફ ટાઇમ
અચીવમેન્ટ અવૉર્ડ
અંજુમ ચોપડા બીસીસીઆઇ લાઇફ ટાઇમ અચીવમેન્ટ
અવૉર્ડ ફૉર વુમન
દિલીપ દોશી બીસીસીઆઇ સ્પેશ્યલ અવૉર્ડ
ચેતેશ્વર પૂજારા દિલીપ સરદેસાઈ અવૉર્ડ (૨૦૧૮-૧૯માં
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવવા માટે)
જસપ્રીત બુમરાહ દિલીપ સરદેસાઈ અવૉર્ડ (૨૦૧૮-૧૯માં
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવા માટે)
સ્મૃતિ મંધાના ૨૦૧૮-૧૯માં વુમન્સ વન-ડેમાં સૌથી વધારે
રન બનાવવા માટે
ઝૂલન ગોસ્વામી ૨૦૧૮-૧૯માં વુમન્સ વન-ડેમાં સૌથી વધારે
વિકેટ લેવા માટે
જસપ્રીત બુમરાહ પૉલી ઉમરીગર અવૉર્ડ
પૂનમ યાદવ પૉલી ઉમરીગર અવૉર્ડ
મયંક અગરવાલ બેસ્ટ ઇન્ટરનૅશનલ ડેબ્યુ - મેલ
શેફાલી વર્મા બેસ્ટ ઇન્ટરનૅશનલ ડેબ્યુ - ફીમેલ
નોંધ : ઉક્ત પ્લેયરો સહિત કુલ ૨૫ ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ પ્લેયરોને વિવિધ અવૉર્ડ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

sports news sports cricket news jasprit bumrah