સાઉથ આફ્રિકા સાથે આજથી શરૂ ત્રણ દિવસની પ્રૅક્ટિસ-મૅચ

26 September, 2019 12:57 PM IST  |  આંધ્ર પ્રદેશ

સાઉથ આફ્રિકા સાથે આજથી શરૂ ત્રણ દિવસની પ્રૅક્ટિસ-મૅચ

મૅચ

સાઉથ આફ્રિક સામેની ત્રણ ટી૨૦ મૅચ સિરીઝ ડ્રો થયા બાદ બન્ને ટીમો વચ્ચે બીજી ઑક્ટોબરથી પહેલી ટેસ્ટ મૅચ શરૂ થશે. જોકે એ પહેલાં બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન અને સાઉથ આફ્રિકાની ત્રણ દિવસની મૅચ આજથી શરૂ થવાની છે. રોહિત શર્માની આગેવાનીવાળી આ ટીમમાં મયંક અગરવાલ અને ઉમેશ યાદવ જેવા પ્લેયરોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહને ઈજા થતાં તે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે અને તેના સ્થાને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજની આ પ્રૅક્ટિસ-મૅચના માધ્યમે ઉમેશ યાદવને પોતાની ગેમ માટે પ્રૅક્ટિસ કરવાની પણ તક મળી રહેશે. શૉર્ટ ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાના ઓપનર રોહિત શર્માને ટેસ્ટ મૅચમાં પણ ઓપનિંગ કરવાની જવાબદારી આપવામાં આવી છે જે માટે આ પ્રૅક્ટિસ-મૅચ મદદરૂપ થવાની આશંકા છે. સામા પક્ષે ફેફ ડુ પ્લેસીનો સાઉથ આફ્રિકાની ટીમમાં સમાવેશ કરાયો છે. મહેમાન ટીમ ભારતીય પીચ પર આ મૅચ રમી ટેસ્ટ શ્રેણીનો અંદાજો માંડી શકે છે. 

test cricket rohit sharma cricket news sports news south africa