ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યરનું નોમિનેશન ખેંચી લીધું સ્ટોક્સે

24 July, 2019 12:26 PM IST  |  મુંબઈ

ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યરનું નોમિનેશન ખેંચી લીધું સ્ટોક્સે

બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર માટેનું પોતાનું નોમિનેશન ખેંચી લીધું છે. તે ઇંગ્લૅન્ડનો છે, પરંતુ તેનો જન્મ ન્યુ ઝીલૅન્ડમાં થયો હોવાથી વર્લ્ડ કપના તેના ગજબના પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને આ અવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. તેની સાથે ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનનું નામ પણ ચર્ચામાં છે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટમાં બેન સ્ટોક્સે કહ્યું હતું કે ‘ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર માટે મને નોમિનેટ કરવામાં આવ્યો એનો મને ગર્વ છે. મારા ન્યુ ઝીલૅન્ડ અને માઓરી હેરિટેજ પર મને ગર્વ છે, પરંતુ આ સૌથી પ્રતિષ્ઠિત અવૉર્ડ માટે મને નોમિનેટ કરવો યોગ્ય નથી. ન્યુ ઝીલૅન્ડ માટે મેં જે કર્યું છે એનાથી વધુ કરનાર એ દેશમાં ઘણા લોકો છે. મેં ઇંગ્લૅન્ડને વર્લ્ડ કપ જિતાડવામાં મદદ કરી છે અને હું બાર વર્ષનો હતો ત્યારથી મારું ફૅમિલી યુકેમાં સ્થાઈ છે.

આ પણ વાંચો : ભારત સામે પહેલી 2 ટી20 મેચ માટે વિન્ડીઝ ટીમની જાહેરાત, નારાયણ-પોલાર્ડની વાપસી

મારું માનવું છે કે ન્યુ ઝીલૅન્ડની દરેક વ્યક્તિએ તેમના કૅપ્ટન કેન વિલિયમસનને સપોર્ટ કરવો જોઈએ. તેણે ખૂબ જ ગર્વ અને હિંમતથી તેની ટીમને આગળ લઈ ગયો હતો. તે ટુર્નામેન્ટનો પ્લેયર ઑફ ધ યર છે અને દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે. તેણે દરેક પરિસ્થિતીમાં માનવતા દેખાડી છે. આ સન્માન માટે તે યોગ્ય છે અને તેને હું મારો વોટ આપું છું. ન્યુ ઝીલૅન્ડની દરેક વ્યક્તિ એ કરે એવી આશા રાખું છું.’

ben stokes cricket news sports news