બેન સ્ટૉક્સ ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર અવૉર્ડ માટે થયો નોમિનેટ

20 July, 2019 11:38 AM IST  |  ક્રાઈસ્ટ ચર્ચ

બેન સ્ટૉક્સ ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર અવૉર્ડ માટે થયો નોમિનેટ

બેન સ્ટૉક્સ‌‌

પોતાના ઑલરાઉન્ડ શૉથી ન્યુ ઝીલૅન્ડનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર કરનાર ઇંગ્લૅન્ડના બેન સ્ટૉક્સ‌‌ને કૅન વિલિયમસન સાથે પ્રતિષ્ઠિત ‘ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર’ અવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. તે ઇંગ્લૅન્ડનો હોવા છતાં ન્યુ ઝીલૅન્ડના અવૉર્ડ માટે નોમિનેટ થયો એનું કારણ એ છે કે તેનો જન્મ ન્યુ ઝીલૅન્ડમાં થયો છે. સ્ટૉક્સ‌‌ે વર્લ્ડ કપમાં સુપરલેટિવ પર્ફોમ કરતાં ૪૬૫ રન અને ૭ વિકેટ લીધી હતી. તેણે સુપર-એક્સાઈટેડ ફાઇનલમાં ૯૮ બૉલમાં કીમતી ૮૪ રન ફટકાર્યા હતા. તેણે ટાઈ થયેલી સુપર ઓવરમાં ૮ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : સચિન અને એલન ડોનાલ્ડનો પ્રતિ‍ષ્‍ઠિત આઇસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ

શૉટ-લિસ્ટ થનાર ૧૦ કેન્ડિડેટના નામ ડિસેમ્બરમાં જાહેર થશે અને આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં વિનરનું નામ જાહેર થશે.

ben stokes cricket news sports news