કૅનેડા ઓપનની ફાઇનલમાં થયો પરુપલ્લી કશ્યપનો પરાજય

09 July, 2019 12:30 PM IST  |  કલ્ગેરી

કૅનેડા ઓપનની ફાઇનલમાં થયો પરુપલ્લી કશ્યપનો પરાજય

પરુપલ્લી કશ્યપ

કોમનવેલ્થ ગેમ્સના ભૂતપૂર્વ ચૅમ્પિયન બૅડમિન્ટન પ્લેયર પરુપલ્લી કશ્યપને કૅનેડા ઓપનમાં હારનો સામનો કરવો પડ્યો છે. સુપર ૧૦૦ ટુર્નામેન્ટની ફાઇનલમાં ચાઇનાના લી શી ફેન્ચ સામે પુરુષ સિંગલ્સ વર્ગની મૅચમાં તેની હાર થઈ છે. એક કલાક અને ૧૬ મિનિટ ચાલેલી મૅચમાં ફેન્ગે કશ્યપને ૨૨-૨૦, ૧૪-૨૧, ૧૭-૨૧થી પરાજય આપ્યો હતો. કશ્યપે ફેન્ચને જીતની શુભેચ્છા આપતો મેસેજ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ ટુર્નામેન્ટની અગાઉ રમાયેલી મૅચોમાં કશ્યપે નોંધનીય પર્ફોમ કર્યું હતું. કશ્યપના કોચ યુએસ ઓપન વર્લ્ડ ટૂર સુપર ૩૦૦ ટુર્નામેન્ટ માટે રવાના થયા હોવાને કારણે તેના સાથી એચએસ પ્રનોયે તેને કોચિંગમાં મદદ કરી હતી.

આ પણ વાંચો : હિમા દાસનો એક અઠવાડિયામાં બીજો ગોલ્ડ મેડલ

ટોપ ૧૦ બેડમિન્ટન પ્લેયરોમાં સ્થાન પામેલો કશ્યપ છેલ્લાં કેટલાંક વર્ષથી ઈજાને કારણે સંઘર્ષ કરી રહ્યો હતો. ફાઇનલમાં પહોંચતા પહેલાં કશ્યપે ચાઇનાના રેન પેન્ગ બો, ફ્રાન્સના લુકાસ ક્લેયરબૌટ અને ચાઇનીસ તાઈપેઈના વેન્ગ ત્ઝુ વેઈને હરાવ્યા હતા.

badminton news sports news parupalli kashyap