ટિમ પેઇનની પત્નીએ રિષભ પંતને કહ્યો બેસ્ટ બેબી-સિટર

02 January, 2019 09:31 AM IST  | 

ટિમ પેઇનની પત્નીએ રિષભ પંતને કહ્યો બેસ્ટ બેબી-સિટર

વિકેટકીપરમાંથી બેબીસીટર : ગઈ કાલે ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન ટિમ પેઇનની પત્ની અને તેમનાં બાળકો સાથે રિષભ પંત.

ભારતીય ટીમમાં રિષભ પંત ભલે ઉંમરમાં સૌથી નાનો હોય, પરંતુ પરંતુ નવા વર્ષના દિવસે તેણે બતાવી આપ્યું કે તે બાળકોને સંભાળવામાં પણ બહુ જ સારો છે. વળી તેની આ આવડતનાં વખાણ ઑસ્ટ્રેલિયાની ટીમના કૅપ્ટન ટિમ પેઇનની પત્નીએ કયાર઼્ છે. મેલબર્નના મેદાન પર એકબીજા સાથે રમ્યા બાદ નવા વર્ષના પહેલાં દિવસે ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓને વડા પ્રધાન સ્કૉટ મોરિસને તેમના ઘરે બોલાવ્યા હતા. દરમ્યાન ટિમ પેઇનની પત્ની બોનીએ તેમના દીકરાને ઊંચકીને રિષભ ઊભો હોય એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં લખ્યું હતું કે ‘બેસ્ટ બેબી-સિટર.’

મેલબર્ન ટેસ્ટમાં ટિમ પેઇને રિષભ પંતની વન-ડે ટીમમાંથી થયેલી હકાલપટ્ટીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘ધોનીની વન-ડે ટીમમાં વાપસી થઈ છે. તું અમારી હોબાર્ટ હરિકેન ટીમમાં આવી જા, અમે ઘરે જમવા પણ બોલાવીશું. તું અમારાં બાળકોનું ધ્યાન રાખજે. હું મારી પત્નીને લઈને ફિલ્મ જોવા જઈશ.’

જોકે બીજા જ દિવસે પંતે પણ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મયંક, તે ક્યારેય ટેમ્પરરી કૅપ્ટન વિશે સાંભYયું છે.’

જોકે ખેલાડીઓએ એકબીજાની મજાક કરવામાં કોઈ હદ પાર કરી નથી. વળી ગઈ કાલે રિષભ પંતનો બાળકો સાથેનો ફોટો સોશ્યલ મીડિયામાં ઘણો વાઇરલ થયો હતો. લોકોએ નવા વર્ષની શ્રેષ્ઠ તસવીર પણ જણાવી હતી. ICCએ પણ આ ફોટોને શૅર કરતાં કહ્યું હતું કે રિષભ પંતે બેબી-સિટર બનાવાના પડકારને સ્વીકાર્યો.

sports news cricket news