પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોના પરિવારોને BCCI પહોંચાડશે મદદ

17 February, 2019 06:27 PM IST  |  સ્પોર્ટ્સ ડેસ્ક

પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોના પરિવારોને BCCI પહોંચાડશે મદદ

ફાઇલ ફોટો

જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનોનો શોક દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. એવામાં શહીદ જવાનોના પરિવારોની મદદ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ મોટી પહેલ કરી છે. બીસીસીઆઇના પ્રેસિડેન્ડ સીકે ખન્નાએ સીઓએ ચીફ વિનોદ રાયને પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 5 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાની અપીલ કરી છે.

આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કરી કહ્યું હતું કે શહીદ જવાનોના બાળકોને પોતાની સ્કૂલ સહેવાગ ઇન્ટરનેશનલમાં મફ્ત શિક્ષણ આપશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધારે જવાનોના શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદરી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર અફસોસ વ્યક્ત કરવો એ જ દેશભક્તિ?- સાનિયા મિર્ઝા

board of control for cricket in india