અમે પાકિસ્તાનને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બહાર કરીને રહીશું: ICC

08 March, 2019 09:47 AM IST  | 

અમે પાકિસ્તાનને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બહાર કરીને રહીશું: ICC

શશાંક મનોહર સાથે વિનોદ રાય

વહીવટદારોના ચીફ વિનોદ રાયે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ભલે ICCએ પાકિસ્તાનને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બહાર કરવાની વિનંતી સ્વીકારી ન હોય, પણ ભારત આ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય દેશ પર પ્રતિબંધ લગાવવા માટે આતુર છે અને એ માટે ક્રિકેટ રમતા બીજા સભ્ય દેશોને આ બાબતે સમજાવવામાં આવશે. ગયા અઠવાડિયે ભારતીય ક્રિકેટ બોર્ડે ICCને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા વગર આતંકવાદી ઍક્ટિવિટી ધરાવતા દેશ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતો પત્ર આપ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે આગામી વર્લ્ડ કપમાં ૧૬ જૂને લીગ રાઉન્ડમાં રમાશે, જેનો ભારત બહિષ્કાર કરે એવી પૂરી શક્યતા છે. વિનોદ રાયે કહ્યું હતું કે ‘ICCએ ભારતની વિનંતીને સંપૂર્ણપણે રિજેક્ટ નથી કરી. પ્રોસેસ પ્રમાણે આગળ વધવું પડશે. પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે.’

૧૪ ફેબ્રુઆરીએ પુલવામા ટેરર અટૅકમાં ભારતના ૪૦થી વધુ જવાનો વીર ગતિ પામ્યા હતા. વિનોદ રાય આવતા મહિને ICCના ચૅરમૅન શશાંક મનોહર સાથે આ બાબતે મુંબઈમાં મીટિંગ કરશે.

international cricket council cricket news sports news