2020માં ગ્રાઉન્ડ પર પાછા ફરી શકે છે શ્રીસંત, BCCI ઘટાડ્યો પ્રતિબંધ

20 August, 2019 04:46 PM IST  |  દિલ્હી

2020માં ગ્રાઉન્ડ પર પાછા ફરી શકે છે શ્રીસંત, BCCI ઘટાડ્યો પ્રતિબંધ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 36 વર્ષના ક્રિકેટર એસ. શ્રીસંત પર લગાવેલો આજીવન પ્રતિબંધ હટાવીને 7 વર્ષનો કર્યો છે. હવે 13 સપ્ટેમ્બર 2020થી શ્રીસંત ફરી ક્રિકેટના મેદાન પર પાછા ફરી શક્શે. BCCI લોકપાલ તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંત પર લગાવેલો પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષનો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શ્રી સંત પર 13 સપ્ટેમ્બર 2013માં આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે માર્ચ 2019માં જ શ્રીસંત પર IPL સ્પોટ ફિક્સિંગ મામલે લગાવાયેલો આજીવન પ્રતિબંધ હટાવી દેવાયો હતો. સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે BCCI પાસે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો અધિકાર છે કોર્ટે BCCIને શ્રીસંત મામલે સુનાવણીની તક આપવા અને 3 મહિનામાં સજા નક્કી કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે BCCI શ્રીસંત પર લગાવાયેલા પ્રતિબંધ પર ફરી વિચાર કરવો જોઈે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આજીવન પ્રતિબંધ વધુ પડતો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ શ્રીસંતે કહ્યું હતું,'હું લિએન્ડર પેસને આદર્શ માનું છું. તે જો 45 વર્ષે ગ્રાન્ડ સ્લેમ રમી શક્તા હોય, નેહરા 38 વર્ષની ઉંમરમાં વર્લ્ડ કપ રમી શક્તા હોય તો હું કેમ નહીં ? હું તો ફક્ત 36 વર્ષનો જ છું, મારી ટ્રેનિંગ ચાલુ છે.'

આ પણ વાંચોઃ સ્મિથની ઈજા પછી ફરજિયાત નેક ગાર્ડ હવે વધારે દૂર નથી

જુલાઈ 2015માં શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંદીલા સહિત સ્પોટ ફિક્સિંગ મામલે તમામ 36 આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટે ગુનાખોરીના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા શ્રીસંતે 2005માં શ્રીલંકા સામે નાગપુર વન ડેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેમણે 2006માં ઈંગ્લેન્ડ સામેની મેચથી ટેસ્ટમાં ડેબ્યુ કર્યો હતો. શ્રીસંતે 27 ટેસ્ટમાં 37.59ની સરેરાશથી 87 વિકેટ્સ લીધી છે, જ્યારે વન ડેમા 53 મેચમાં 33.44ની સરેરાશ 75 વિકેટ લીધી છે.

sreesanth sports news cricket news supreme court board of control for cricket in india