સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં પંતનું પ્રમોશન, ધવનનું ડિમોશન

09 March, 2019 11:52 AM IST  | 

સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં પંતનું પ્રમોશન, ધવનનું ડિમોશન

રિષભ પંત

ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ખેલાડીઓના વાર્ષિક કૉન્ટ્રૅક્ટની જાહેરાત કરી હતી જેમાં મહેન્દ્ર સિંહ ધોનીના અનુગામી ૨૧ વર્ષના રિષભ પંતનું પ્રમોશન થતાં તેને A Bરેડનો કૉન્ટ્રૅક્ટ મળ્યો હતો, જ્યારે ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલા ભારતના નિયમિત ઓપનર શિખર ધવન અને સ્પીડસ્ટર ભુવનેશ્વર કુમારનું A+ કૅટેગરીમાંથી ડિમોશન થયું હતું. ગયા વર્ષે ૨૬, જ્યારે આ વર્ષે ૨૫ ખેલાડીઓને વાર્ષિક કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા છે. ટેસ્ટ અને લિમિટેડ ઓવર ક્રિકેટમાં ઇમ્પ્રેસ કરનારા મયંક અગરવાલ, પૃથ્વી શૉ અને વિજય શંકરને કૉન્ટ્રૅક્ટ મળ્યા નહોતા; કારણ કે તેમણે મિનિમમ ત્રણ ટેસ્ટ અથવા આઠ વન-ડે રમવાના નિયમને પૂરો નહોતા કરી શક્યા. મુરલી વિજય અને સુરેશ રૈનાને પણ કોઈ કૉન્ટ્રૅક્ટ મળ્યા નહોતા.

સંપૂર્ણ કૉન્ટ્રૅક્ટ-લિસ્ટ આ મુજબ છે

A+ કૅટેગરી : વિરાટ ધોની, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ

A કૅટેગરી : મહેન્દ્ર સિંહ ધોની, રિષભ પંત, ચેતેશ્વર પુજારા, રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, ઇશાન્ત શર્મા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, અજિંક્ય રહાણે

B કૅટેગરી : લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, ઉમેશ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ

C કૅટેગરી : કેદાર જાધવ, દિનેશ કાર્તિક, અંબાતી રાયુડુ, મનીષ પાન્ડે, હનુમા વિહારી, ખલીલ અહમદ, વૃદ્ધિમાન સહા

cricket news sports news board of control for cricket in india