પેઇને રોહિતને કહ્યું, જો તું સિક્સ મારીશ તો હું તારી MIને સપોર્ટ કરીશ

14 February, 2019 02:49 PM IST  | 

પેઇને રોહિતને કહ્યું, જો તું સિક્સ મારીશ તો હું તારી MIને સપોર્ટ કરીશ

મેચ દરમિયાન વાતો કરતા ટીમ પેઈન અને રોહિત શર્મા

હાઇએસ્ટ ત્રણ વખત વિશ્વની સૌથી પૉપ્યુલર ક્રિકેટ ટુર્નામેન્ટ IPL જીતનાર હિટમૅન રોહિત શર્મા જ્યારે ગઈ કાલે ડિફેન્સિવ બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ટિમ પેઇને તેને આઉટ કરવા શરતરૂપી લાલચ આપતાં કહ્યું, ‘જો તું આ ટેસ્ટમાં સિક્સ મારીશ તો હું તારી મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો ફૅન બની જઈશ.’

પેઇનના આ શબ્દો સ્ટમ્પ માઇક્રોફોનમાં રેકૉર્ડ થઈ ગયા. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ આ વાતચીતનો વિડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. પેઇન બોલ્યો હતો, ‘રાજસ્થાન રૉયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સમાંથી કોઈ એકને પસંદ કરવાનું આવશે તો હું મુંબઈને પસંદ કરીશ પણ એક શરતે, રોહિત અહીં સિક્સ મારી બતાવે.’

પેઇને આ વાત રોહિતને ઉશ્કેરવા માટે કહી હતી, કારણ કે ત્યારે ક્રીઝ પર રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન રહાણે અને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન રોહિત સાથે બૅટિંગ કરી રહ્યા હતા. જોકે રોહિત તેની આ જાળમાં ફસાયો નહોતો. તેણે કોઈ રિસ્કી શૉટ માર્યો ન હતો. તેણે નૅથન લાયનની બોલિંગને સરળતાથી રમી હતી. તે ૧૧૪ બૉલમાં ૬૩ રન કરીને નૉટઆઉટ પાછો ફર્યો હતો.

rohit sharma border-gavaskar trophy team india australia cricket news sports news