ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો ૩-૦થી વાઇટ-વૉશ કર્યો

02 November, 2019 04:43 PM IST  |  મુંબઈ ડેસ્ક

ઑસ્ટ્રેલિયાએ શ્રીલંકાનો ૩-૦થી વાઇટ-વૉશ કર્યો

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) : ઑસ્ટ્રેલિયાના ઘરઆંગણે શ્રીલંકા સાથે રમાયેલી ત્રણ ટી૨૦ મૅચની સિરીઝમાં યજમાને મહેમાન ટીમનો ૩-૦થી વાઇટ વૉશ કર્યો છે. ડેવિડ વૉર્નરની અણનમ ૫૭ રનની ઇનિંગને લીધે ત્રીજી ટી૨૦ મૅચ ઑસ્ટ્રેલિયા ૭ વિકેટે જીતી ગયું હતું.

ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન ટીમ ૬ વિકેટ ગુમાવીને ૨૦ ઓવરમાં ૧૪૨ રન કરી શકી હતી. કુસલ પરેરાએ સૌથી વધારે ૫૭ રન બનાવ્યા હતા. મહેમાન ટીમે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલા કાંગારૂઓએ ૧૭.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૪૫ રન બનાવી લીધા હતા અને મૅચ પોતાના નામે કરી લીધી હતી. પ્લેયર ઑફ ધ મૅચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા વૉર્નરની ઇનિંગને લીધે યજમાન ટીમ મહેમાનનો ૩-૦થી વાઇટ-વૉશ કરવામાં સફળ રહી હતી.

cricket news sports sports news australia sri lanka