ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચનો પ્રારંભ

14 August, 2019 02:04 PM IST  |  લંડન

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચનો પ્રારંભ

તૈયારી : પ્રૅક્ટિ્સ સેશન દરમ્યાન બેન સ્ટોક, જો રૂટ.

ઍશિઝ સિરીઝમાં આજથી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચનો પ્રારંભ થશે. ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મૅચ ૨૫૧ રનના માર્જિનથી હારી જતાં ઇંગ્લૅન્ડની ટીમે પોતાના લૉર્ડ્સના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં લાજ બચાવવા રમવું પડશે, કારણ કે આ જ મેદાનમાં તે વર્લ્ડ કપ ૨૦૧૯ની ફાઇનલ મૅચ પોતાના નામે કરવામાં સફળ રહી હતી.

પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડના બૉલર જેમ્સ ઍન્ડરસન માત્ર ચાર ઓવર બાદ ઇજાગ્રસ્ત થયો હોવાથી બાકીની મૅચ રમી શક્યો નહોતો. યજમાન ટીમના મોટા ભાગના પ્લેયર ટીમને જિતાડવામાં નિષ્ફળ રહ્યા હતા. વળી ટીમને જોફ્રા આર્ચર જેવા યુવા બોલરનો સાથ પણ મળ્યો નહોતો.

ઑસ્ટ્રેલિયા સામેની આજની બીજી ટેસ્ટ મૅચમાં જોફ્રા આર્ચર ડેબ્યુ કરી શકે છે. જોકે ટેસ્ટ મૅચ વિશે તેનું કહેવું છે કે ‘વ્યક્તિગત રીતે હું માનું છું કે ટેસ્ટ મૅચમાં તમને વધારે તક મળે છે, જ્યારે ૫૦ ઓવરની વન-ડે મૅચમાં તમારે માત્ર ૧૦ ઓવરમાં પોતાની ક્ષમતા પુરવાર કરવાની હોય છે. જોકે રેડ બૉલ ગેમમાં તમને વધારે ચાન્સ મળે છે. આ ગેમ માટે હું એકદમ તૈયાર છું.’

આ પણ વાંચો : ગેઇલને જીત સાથે વિદાય આપવા વેસ્ટ ઇન્ડીઝ કરશે મરણિયો પ્રયાસ

નોંધનીય છે કે પહેલી ટેસ્ટ મૅચમાં યજમાન ટીમ પર એકમાત્ર ઑસ્ટ્રેલિયન પ્લેયર સ્ટીવન સ્મિથ ભારે પડ્યો હતો. આજની મૅચમાં પણ ઑસ્ટ્રેલિયન પ્લેયર ઇંગ્લૅન્ડને તેના ઘરઆંગણે હરાવવાનો પ્રયત્ન કરી પોતાની વિજયયાત્રા આગળ વધારવાનો પ્રયાસ કરશે. જોકે પાછ‍લી મૅચમાં ઑસ્ટ્રેલિયાના બોલરોએ પણ ઇંગ્લૅન્ડને વહેલું પૅવિલિયન ભેગું કરી દેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પાંચ ટેસ્ટ મૅચની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા ૧-૦થી આગળ છે.

ben stokes joe root australia england sports news cricket news