જોફ્રા આર્ચરની સિક્સર સામે ઑસ્ટ્રેલિયા બૅકફુટ પર

14 September, 2019 04:52 PM IST  |  મુંબઈ

જોફ્રા આર્ચરની સિક્સર સામે ઑસ્ટ્રેલિયા બૅકફુટ પર

જોફ્રા આર્ચર

ઓવલ (મિડ-ડે પ્રતિનિધિ): ઇંગ્લૅન્ડના પેસ બોલરો જોફ્રા આર્ચરે ૬ અને સેમ કરૅને ૩ વિકેટ લઈને પાંચમી અને છેલ્લી ઍશિઝ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની હાલત ખરાબ કરી નાખી હતી. બીજા દિવસને અંતે ઇંગ્લૅન્ડે વિના વિકેટે ૯ રન બનાવ્યા હતા અને ૭૮ રનથી આગળ હતું. ઇંગ્લૅન્ડની ટીમ મોર્નિંગ સેશનમાં ૮૭.૧ ઓવરમાં ૨૯૪ રન બનાવીને આઉટ થયા પછી ઑસ્ટ્રેલિયાની ટીમ ૬૮.૫ ઓવરમાં ૨૨૫ રનમાં આઉટ થઈ ગઈ હતી. આમ યજમાન ટીમને ૬૯ રનથી કીમતી લીડ મળી છે.

ઑસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ડેવિડ વૉર્નર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. તે આ સિરીઝમાં આઠમી વખત સિંગલ ડિજિટમાં આઉટ થયો છે. સ્ટીવન સ્મિથના ૮૦ અને માર્નેસ લેબુશેનના ૪૮ રન સિવાય એકેય બૅટ્સમૅન ક્રીઝ પર ટકીને રન બનાવી શક્યો નહોતો. ૫૪મી ઓવરમાં સેમ કરૅને ટિમ પેન અને પૅટ કમિન્સને સતત બે બૉલમાં આઉટ કરીને પ્રવાસી ટીમની કમર તોડી નાખી હતી. ઇંગ્લૅન્ડના ૨૯૪ રનમાં જોસ બટલરે હાઇએસ્ટ ૭૦ રન બનાવ્યા હતા.

cricket news sports news australia