ઇંગ્લૅન્ડ સામે સ્મિથ ફરી પડ્યો ભારે

04 August, 2019 12:07 PM IST  |  એજબેસ્ટન

ઇંગ્લૅન્ડ સામે સ્મિથ ફરી પડ્યો ભારે

દમદાર : ઑસ્ટ્રેલિયાની બાજી સંભાળી રાખનાર સ્ટીવન સ્મિથનું ચેકઅપ કરતો મેડિકલ સ્ટાફ.

ક્રિસ વૉક્સ અને સ્ટુઅર્ટ બ્રૉડે ૬૫ રનની પાર્ટનરશિપ કરીને ઇંગ્લૅન્ડને ગઈ કાલે ત્રીજા દિવસે ૯૦ રનની કીમતી લીડ અપાવવામાં મદદ કરી હતી. સેકન્ડ ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાએ ૩૦ ઓવરમાં ૩ વિકેટે ૧૨૪ રન બનાવીને ૩૪ રનથી લીડ લીધી હતી.

ગઈ કાલે મૉર્નિંગ સેશનમાં ઇંગ્લૅન્ડે ૪ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી. રોરી બર્ન્સ ૧૩૩ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ ક્રિસ વૉક્સ અને સ્ટુઅર્ટ બ્રૉડે નવમી વિકેટ માટે ૬૫ રનની પાર્ટનરશિપ કરીને ૯૦ રનની કીમતી લીડ લેવામાં મદદ કરી હતી જે અંતે નિર્ણાયક સાબિત થઈ શકે છે. ઇંગ્લૅન્ડ ૧૩૫.૫ ઓવરમાં ૩૭૪ રને આઉટ થયું હતું. નૅશન લાયને હાઇએસ્ટ ૩ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : મને એ વાતની ખબર નહોતી કે હું ઑસ્ટ્રેલિયા માટે ફરી રમી શકીશ કે નહીં : સ્મિથ

સેકન્ડ ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ૧૮.૨ ઓવરમાં તેમણે ૭૫ રને ૩ વિકેટ ગુમાવી હતી. પહેલી ઇનિંગમાં ૧૪૪ રન બનાવનાર સ્ટીવન સ્મિથ ફરી એક વખત ટીમની વહારે આવ્યો હતો.

steve smith cricket news sports news australia england