સ્મિથનો આતંક: ચોથી એસિઝ ટેસ્ટમાં ફટકાર્યા 211 રન

06 September, 2019 12:59 PM IST  |  મુંબઈ

સ્મિથનો આતંક: ચોથી એસિઝ ટેસ્ટમાં ફટકાર્યા 211 રન

સ્ટીવન સ્મિથ

ઑસ્ટ્રેલિયાના બૅટ્સમૅન સ્ટીવન સ્મિથે ગઈ કાલે ઇંગ્લૅન્ડને નાની યાદ કરાવી દીધી હતી. મૅન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ઍશિઝના બીજા દિવસે સ્મિથે ૩૧૯ બૉલમાં ૨૧૧ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ સામે તેણે ત્રીજીવાર ડબલ સેન્ચુરી મારી છે. સ્મિથ ત્રીજી મૅચમાં નહોતો રમ્યો એની અસર મૅચ પર જોવા મળી હતી. જોકે ચોથી ટેસ્ટ મૅચમાં તેની હાજરીથી ઑસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. બીજા દિવસે સ્મિથની વિકેટ ૪૩૮ રન પર પડી હતી. જૉ રૂટની બોલિંગમાં જો ડેનલીએ સ્મિથનો કૅચ પકડ્યો હતો. ઑસ્ટ્રેલિયામાં સ્મિથના ૨૧૧ રન બાદ સૌથી વધુ રન કૅપ્ટન ટિમ પેઇનના ૫૮ છે. ઇંગ્લૅન્ડના બોલર જોફ્રા આર્ચર તેના બાઉન્સરને કારણે ચર્ચામાં રહ્યો હતો.

આ પણ વાંચો : જાણો, બુમરાહના મતે કોણ છે વિશ્વનો સૌથી ખતરનાક બેટ્સમેન

જોકે સ્મિથે તેને પણ ધૂળ ચટાડી હતી. જોફ્રાની ૨૭ ઓવરમાં ફક્ત ત્રણ મેઇડન ઓવર હતી. તેણે ૩.૫૯ની ઍવરેજથી કુલ ૯૭ રન આપ્યા હતા. ઑસ્ટ્રેલિયાએ ત્રીજા સેશનની ૧૨૬મી ઓવર સુધીમાં ૪૯૭ રન કર્યા હતા. ઇનિંગ-બ્રેક સુધીમાં મિચલ સ્ટાર્ક ૫૪ અને નૅથન લિયોને ૨૬ રન કર્યા છે. ઇંગ્લૅન્ડના સ્ટુઅર્ટ બ્રૉડે ત્રણ, જૅક લીચે બે, ક્રેગ ઓવરટને બે અને જૉ રૂટે એક વિકેટ લીધી હતી.

steve smith sports news cricket news england australia