ક્રિકેટમાંથી ન્યુટ્રલ અમ્પાયરની સિસ્ટમ કાઢી નાખવી જોઈએ : રિકી પૉન્ટિંગ

04 August, 2019 12:13 PM IST  |  સિડની

ક્રિકેટમાંથી ન્યુટ્રલ અમ્પાયરની સિસ્ટમ કાઢી નાખવી જોઈએ : રિકી પૉન્ટિંગ

રિકી પૉન્ટિંગ

પહેલી ઍશિઝ ટેસ્ટમાં ઘણા ખોટા નિર્ણયોને કારણે ઑસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ન્યુટ્રલ અમ્પાયરની સિસ્ટમ હટાવવાની માગણી કરી હતી. એજબેસ્ટન ટેસ્ટમાં પાકિસ્તાનના અમ્પાયર અલીમ દાર અને વેસ્ટ ઇન્ડીઝના અમ્પાયર જોએલ વિલ્સનના ઘણા નિર્ણયો રિવ્યુ દ્વારા બદલવામાં આવ્યા હતા.

મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)ની ઇન્ફ્લુઇન્શલ ક્રિકેટ કમિટીના મેમ્બર પૉન્ટિંગ આ મુદ્દો આગામી મીટિંગમાં ઉઠાવશે. પૉન્ટિંગે એક વેબસાઇટને કહ્યું હતું કે ‘ખેલાડીઓ વચ્ચે આ મુદ્દે ઘણી ચર્ચા થઈ ચૂકી છે. હું પૂરી કોશિશ કરીશ કે આ મુદ્દો એમસીસીની આગામી મીટિંગમાં ચર્ચામાં આવે. ન્યુટ્રલ અમ્પાયરની સિસ્ટમ હવે બંધ થવી જોઈએ. આપણી પાસે બેસ્ટ ટૅક્નૉલૉજી છે એનો અર્થ એ નથી કે અમ્પાયરો ખોટા નિર્ણયો આપે. ઘણાં વર્ષોથી ડીઆરએસ (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ) વિશે નેગેટિવિટી રહી છે છતાં આપણે લકી છે કે આપણે ડીઆરએસ વાપરી રહ્યા છીએ. રિચર્ડ કેટલબોરો અને સાયન ટોફેલ જેવા બેસ્ટ અમ્પાયરો કદાચ એટલા માટે વહેલા રિટાયર થશે, કારણ કે તેમને ઍશિઝ જેવી મહત્ત્વની સિરીઝમાં ચાન્સ નથી મળતો.’

આ પણ વાંચો : ઇંગ્લૅન્ડ સામે સ્મિથ ફરી પડ્યો ભારે

ન્યુટ્રલ અમ્પાયરની શરૂઆત ૨૦૦૨માં થઈ હતી. એમસીસી કમિટીની મીટિંગ વર્ષમાં બે વખત યોજાય છે જેમાં ક્રિકેટને લગતા મુદ્દાઓ પર ડિબેટ કરવામાં આવે છે.

ricky ponting cricket news sports news