ઍશિઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવ્યું

26 August, 2019 12:34 PM IST  |  લીડ્સ

ઍશિઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને એક વિકેટથી હરાવ્યું

ગઈ કાલે ઇંગ્લૅન્ડને રોમાંચક જીત અપાવ્યા બાદ બેન સ્ટોક્સ. તસવીર : પી.ટી.આઇ.

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં એક સમયે યજમાન ટીમ પર ભારે પડી રહેલી ઑસ્ટ્રેલિયાની ટીમના મોંમાંથી ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સે જીતનો કટકો પડાવી લેતાં સિરીઝ ૧-૧થી બરાબર કરી લીધી છે. તેણે અણનમ ૧૩૫ રનની ઇનિંગ રમી મૅચ એક વિકેટથી જિતાવી દીધી હતી. આ સિરીઝમાં ઇંગ્લૅન્ડની આ પહેલી જીત છે.

‍ઑસ્ટ્રેલિયાએ આપેલા ૩૫૯ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમે બીજી ઇનિંગમાં શરૂઆતથી જ સંભાળીને રમવાનું શરૂ કર્યું હતું. એક બાજુ ઇંગ્લૅન્ડના પ્લેયરો ધીમે-ધીમે પૅવિલિયન ભેગા થઈ રહ્યા હતા પણ બેન સ્ટોક્સે પોતાની વિકેટ સંભાળીને રાખી હતી જેના પરિણામ સ્વરૂપ તેણે અણનમ ૧૩૫ રનની પારી રમી જેમાં ૧૧ ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ છે. બીજી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડે સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. નોંધનીય છે કે સ્ટોક્સે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની જીતમાં પણ તે પાયાની ઇનિંગ રમ્યો હતો. નોંધનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર ૬૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : India vs West Indies: ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, વિદેશની ધરતી પર ટેસ્ટમાં સૌથી મોટી જીત

ઇંગ્લૅન્ડની આ જીત સાથે પાંચ ટેસ્ટ મૅચોની સિરીઝમાં બન્ને ટીમો ૧-૧ની બરાબરી પર આવી પહોંચી છે. બન્ને ટીમો વચ્ચેની ચોથી ટેસ્ટ મૅચ હવે ચારથી આઠ સપ્ટેમ્બર દરમ્યાન રમાશે.

sports news cricket news ben stokes england australia