ઍન્ડ્રે રસેલને હેલ્મેટ પર બૉલ વાગ્યો, પણ ઈજા ગંભીર નથી

14 September, 2019 05:07 PM IST  |  મુંબઈ

ઍન્ડ્રે રસેલને હેલ્મેટ પર બૉલ વાગ્યો, પણ ઈજા ગંભીર નથી

આન્ડ્રે રસેલ

નવી દિલ્હી: કૅરિબિયન પ્રીમિયર લીગની એક મૅચમાં જમૈકા તલાવાઝ ટીમનો ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલને હેલ્મેટ પર બાઉન્સ થયેલો એક શૉર્ટ બૉલ વાગતાં તેને સ્ટ્રેચરની મદદથી ગ્રાઉન્ડની બહાર લઈ જવો પડ્યો હતો. સબીના પાર્કમાં રમાયેલી આ મૅચની ૧૪મી ઓવરમાં રસેલ ઝીરો પર હતો ત્યારે સેન્ટ લુસિયા જિક્સ ટીમના પેસર હાર્ડસ વિલ્જોનનો બૉલ તેની હેલ્મેટ પર વાગ્યો હતો.

બૉલ વાગતાં તે મેદાન પર સૂઈ ગયો હતો, પણ પછી ઊભો થઈને તે પોતે ગ્રાઉન્ડની બહાર જઈ રહ્યો હતો ત્યારે જ તેને સ્ટ્રેચર પર સુવડાવીને લઈ જવાયો હતો. ઈજા ગંભીર નથી, પણ તેને આરામની સલાહ આપવામાં આવી છે. સેન્ટ લુસિયાએ ૧૭૧ રનનો ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કરીને જીત મેળવી હતી.

andre russell cricket news sports news