રહાણે માટે સેન્ચુરી ઘણી મહત્વની હતી : લક્ષ્મણ

29 August, 2019 02:00 PM IST  |  નવી દિલ્હી

રહાણે માટે સેન્ચુરી ઘણી મહત્વની હતી : લક્ષ્મણ

વી.વી.એસ. લક્ષ્મણ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ૧૦૨ રનની શાનદાર ઇનિંગ રમનારા રહાણેની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. ભૂતપૂર્વ ઇન્ડિયન પ્લેયર વી.વી.એસ. લક્ષ્મણે પણ રહાણેની આ સેન્ચુરી તેના માટે ઘણી મહત્વની ગણાવી હતી.

આ સંદર્ભે વાત કરતાં લક્ષ્મણે કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી એક પણ સેન્ચુરી ન કરી શકવાને લીધે કદાચ તેના પર પ્રેશર હશે. જોકે તેને ટીમ મૅનેજમેન્ટ અને સિલેક્ટરોનો ટેકો મળ્યો હશે, પણ ટીમના વાઇસ કૅપ્ટન તરીકેની જવાબદારી તેને ચિંતામાં મૂકી દેતી હશે.

આ પણ વાંચો : National Sports Day 2019: આવી રીતે પડ્યું નામ 'ધ્યાન ચંદ', કહેવાયા હૉકીના જાદૂગર

રવિવારે સેન્ચુરી બાદ તેનો જે પ્રતિભાવ હતો એ બતાવે છે કે તેના માટે આ સેન્ચુરી કેટલી મહત્વની હતી.’ રહાણેની સેન્ચુરી ઉપરાંત લક્ષ્મણે ફાસ્ટ બૉલરો અને હનુમા વિહારીની ગેમનાં પણ વખાણ કર્યાં હતાં.

vvs laxman ajinkya rahane sports news cricket news